તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:પૂરક માગણીઓમાં ફક્ત અનિવાર્ય ખર્ચનો સમાવેશ કરો,નાણાં વિભાગ

મુંબઈ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યની આર્થિક પરિસ્થિતિ હજી પણ ગંભીર છે

રાજ્યની આર્થિક પરિસ્થિતિ હજી પણ ગંભીર છે. આગામી બજેટ સત્રમાં પુરક માગણીઓમાં નવા કામના ખર્ચનો સમાવેશ કરવો નહીં એવી સૂચના નાણાં વિભાગે તમામ પ્રશાસકીય વિભાગોને આપી છે. કોરોના રોગચાળાનો સામનો કરવા રાજ્યમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો રાજ્યની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો. રાજ્યના કર અને અન્ય મહેસૂલમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. તેથી રાજ્ય સરકારે નોકરભરતી પર બંધી સહિત અન્ય આર્થિક કરકસરની ઉપાયયોજનાઓ અમલમાં મૂકવાની શરૂઆત કરી છે. રાજ્યની જમા મહેસૂલની સ્થિતિ હજી ઘણી ગંભીર છે. તેથી આગામી બજેટ સત્રમાં રજૂ કરવાની પૂરક માગણીઓ માટે ફક્ત અનિવાર્ય હોય એવા જ ખર્ચના પ્રસ્તાવ રજૂ કરવા એવી સૂચના આપવામાં આવી છે.

સામાન્ય રીતે પૂરત માગણીઓના માધ્યમથી આકસ્મિકતા ભંડોળમાંથી મંજૂર કરવામાં આવેલી રકમ, જ્યુડિશિયલ પ્રકરણો બાબતે કરવાની જોગવાઈ, કેન્દ્રિય, બાહ્ય મદદવાળી, કેન્દ્ર પુરસ્કૃત યોજનાના ભાગની રકમ આપવા માટે ભંડોળ, કોન્ટ્રેક્ટ કર્મચારીઓના પગાર આપવા માટે જરૂરી ખર્ચના પ્રસ્તાવોનો પૂરક માગણીઓમાં સમાવેશ કરવાનું જણાવવામાં આવ્યું છે. એના સિવાયના નવા કામોના ખર્ચનો સમાવેશ ન કરતા ખર્ચમાં કરકસર કરવાની સૂચના નાણાં વિભાગે તમામ પ્રશાસકીય વિભાગોને આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો