તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સઘન તપાસની માગણી:સનરાઈઝ હોસ્પિ. અગ્નિકાંડમાં ધરપકડ મુદ્દે ડીજીપીને ફરિયાદ

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પીડિતોના પરિવારજનોએ કમિશનરને સઘન તપાસ કરવા પણ જણાવ્યું

ભાંડુપના ડ્રીમ્સ મોલમાં સ્થિત સનરાઈઝ હોસ્પિટલમાં લાગેલી વિનાશક આગની દુર્ઘટનામાં પોલીસે એફઆઈઆર દાખલ કરીને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે છતાં હજુ કોઈની જવાબદારી નિશ્ચિત કરીને ધરપકડ કેમ કરવામાં આવી નથી એવો પ્રશ્ન પીડિતના પરિવારોએ રાજ્યના ડીજીપી સંજય પાંડેને પૂછ્યું છે. ઉપરાંત મુંબઈના પોલીસ કમિશનર પાસે આ દુર્ઘટનાની સઘન તપાસ કરાવવાની માગણી પણ કરવામાં આવી છે.

25 માર્ચે ડ્રીમ્સ મોલમાં આગ લાગી હતી, જે મોલમાં ત્રીજા માળે સ્થિત સમર્પિત કોવિડ એકમ સનરાઈઝ હોસ્પિટલમાં ફેલાઈ હતી. અગિયાર દર્દીનાં મોત થયાં હતાં, જ્યારે 70 દર્દીઓને બતાવી લેવાયા હતા. બે દિવસ પછી પોલીસે મોલની માલિકી ધરાવતા એચડીઆઈએલના રાકેશ વાધવાન, સારંગ વાધવાન, દીપક શિર્કે સામે ગુનો દાખલ કર્યો હતો. ઉપરાંત સનરાઈઝ હોસ્પિટલનું વ્યવસ્થાપન કરતાં પ્રિવિલેજ હેલ્થકેર સર્વિસીસનાં અમિતસિંહ ત્રેહાન, નિખિતા ત્રેહાન અને સ્વીટી જૈન સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.

જોકે આજ સુધી પોલીસ કે કોઈ અન્ય પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવાયાં નથી. આથી અમે ડીજીપીને અનુરોધ કર્યો છે કે ન્યાયી અને ઝડપી તપાસ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે.મહાપાલિકા દ્વારા પણ કોઈ તપાસ કરી નથી, એમ દુર્ઘટનામાં પિતાને ગુમાવનારા આશિષ દાસે જણાવ્યું હતું.

મહાપાલિકાની લાલ ઝંડી
મહાપાલિકા દ્વારા ગયા વર્ષે ઓગસ્ટમાં પ્રોવિઝનલ ઓસી સમીક્ષા કરવાનું આવશ્યક હોવાની લીલી ઝંડી બતાવવામાં આવી હતી અને સનરાઈઝ હોસ્પિટલને ડ્રીમ્સ મોલની અનિયમિતતાથી ડીલિંક કરવાનું યોગ્ય નથી. જોકે બારીકાઈભર્યા રિપોર્ટ છતાં મહાપાલિકાએ તે સમયે પ્રોવિઝનલ ઓસીની સમીક્ષા કરી નહોતી કે રિવોક કર્યું નહોતું.

આખરી જીવલેણ આગ પછી રિવોક કરાયું હતું. આ ફાઈલો હાથ ધરનાર બધા સામે ફોજગારી તપાસ કરવી જોઈએ. જો હજુ પણ કોઈ પગલાં નહીં લેવાય તો અમે કાનૂની પગલાં લઈશું, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો