નિર્દેશ:વાનખેડે કેસમાં મુંબઈ પોલીસ કમિ.ને તપાસ પંચના સમન્સ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યવાહી, સંબંધિત ફાઈલ, કેસ ડાયરી સહિત દસ્તાવેજો લાવવા નિર્દેશ

અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગ (એનસીએસસી)એ 31 જાન્યુઆરીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને સંડોવતા ઉત્પીડનના કેસમાં મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાલેને પંચના અધ્યક્ષ વિજય સાંપલાની સામે રૂબરૂમાં હાજર થવા જણાવ્યું છે. એનસીએસસી સમીર વાનખેડેની ફરિયાદની તપાસ કરી રહી છે કે નવાબ મલિકે તેમને દલિત હોવા છતાં મુસ્લિમ ધર્મ સાથે સંબંધ રાખતા હોવાનું કહ્યું હતું, જેના કારણે તેમને અને તેમના સમગ્ર પરિવારને માનસિક ત્રાસ થયો છે.

પોલીસ કમિશનરને જારી કરાયેલા સમન્સમાં, એનસીએસસી ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, ચેરમેન વિજય સાંપલાએ 31મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના લોકનાયક ભવનમાં તેમની ચેમ્બરમાં તમારી સાથે વ્યક્તિગત રીતે મિટિંગનું આયોજન કર્યું છે. તેથી તમારે કાર્યવાહીના અહેવાલ અને સંબંધિત ફાઇલો, કેસ ડાયરી સહિતના તમામ સંબંધિત દસ્તાવેજો સાથે સુનાવણી માટે રૂબરૂ હાજર રહેવું પડશે.

એનસીએસસીએ રાજ્ય સરકારને ભલામણ કરી છે કે જ્યાં સુધી પંચ પાસે તપાસ બાકી ન હોય ત્યાં સુધી આ મામલે કોઈ અંતિમ નિર્ણય ન લે. એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને ડીઆરઆઈ (ડાયરેક્ટોરેટ ઑફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ)માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

સમીર વાનખેડે મુંબઈ એનસીબીમાં ઝોનલ ડાયરેક્ટરના પદ પર આવવા પહેલાં આ વિભાગમાં હતા. અહીંની ફરજ દરમિયાન તેમણે ઘણી સેલિબ્રિટીઓની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી.મંત્રી નવાબ મલિક દ્વારા કરાયેલા ખુલાસા બાદ સમીર વાનખેડેએ કમિશનને પત્ર લખીને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે વાનખેડે મુસ્લિમ હતા અને તેમણે અનુસૂચિત જાતિમાંથી હોવાનો દાવો કરીને આઇઆરએસમાં નોકરી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...