તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદૂષિત ઊનાળો:ગત લોકડાઉનના સમયમાં પણ મુંબઈગરા માટે ઉનાળો પ્રદૂષિત

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આસપાસનાં રાજ્યોમાંથી આવતું પ્રદૂષણ મુંબઈને અભડાવે છે

ઉદ્યોગધંધા, પરિવહન જેવા પ્રદૂષણના મોટા સ્ત્રોત પૂર્ણપણે બંધ હોવા છતાં લોકડાઉનના સમયમાં પણ મુંબઈગરાઓએ પ્રદૂષિત ઊનાળો અનુભવ્યો હતો. 2019થી 2021ના સમયગાળામાં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં પીએમ 2.5નું (2.5 માઈક્રોન આકારના ઘાતક સૂક્ષ્મકણ) પ્રમાણ મુંબઈમાં વધેલું જણાયું છે.

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળના હવા ગુણવત્તા આકંડાઓના આધારે ક્લાયમેટ ટ્રેન્ડ્સે કરેલા અભ્યાસમાં આ માહિતી જાણવા મળી છે. મુંબઈ, દિલ્હી, લખનવ અને કોલકાતામાં લોકડાઉન પહેલાં 2019માં હવાની ગુણવત્તા અને 2020, 2021 લોકડાઉનના વર્ષોમાં હવાની ગુણવત્તાનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં પીએમ 2.5નું સરેરાશ પ્રમાણ 2019માં 21.6 માઈક્રોગ્રામ ક્યૂબમીટર દીઠ હતું. એમાં વધારો થઈને 2020માં આ પ્રમાણ 31.3 માઈક્રોગ્રામ અને 2021માં 40.3 માઈક્રોગ્રામ સુધી વધ્યું છે.

પ્રદૂષણના આઠ સ્ત્રોતમાંથી બાંધકામ, ઉદ્યોગો, ઈંટની ભઠ્ઠીઓ, વાહનો એમ ચાર સ્ત્રોત બંધ હતા. ઘરગથ્થુ ગેસ, આગ, ડીઝલ નિર્મિતી, ધુળ, કોલસાથી વીજ નિર્મિતી કરતા કેન્દ્રો જેવા સ્ત્રોત ઓછી ક્ષમતાથી ચાલુ હતા. આમ છતાં મુંબઈમાં પીએમ 2.5નું પ્રમાણ છેલ્લા બે વર્ષથી સતત વધી રહ્યું છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળના નિર્દેશ અનુસાર પીએમ 2.5 માટે 40 માઈક્રોગ્રામ ક્યૂબમીટર દીઠ હોય એ સુરક્ષિત પ્રમાણ છે.

શું કારણો છે?
2021માં લોકડાઉનમાં પ્રતિબંધો થોડા હળવા કરવામાં આવ્યા. તેથી પ્રદૂષણના ઘણાં સ્ત્રોત પહેલાંની જેમ શરૂ થતા પ્રદૂષણ વધ્યું હતું. 2020માં કઠોર લોકડાઉનના સમયમાં પ્રદૂષણ વધવાનું કારણ જુદું છે. મુંબઈ શહેર સમુદ્રકિનારે હોવાથી સ્થાનિક વાતાવરણ અને સર્વત્ર વાતાવરણમાં મોટા ફેરફારની મિશ્ર અસર જણાય છે. પ્રદૂષણના સ્થાનિક સ્ત્રોત બંધ હોવા છતાં આસપાસના રાજ્યોમાંથી આવતું પ્રદૂષણ મુંબઈને પ્રદૂષિત કરે છે.

અન્ય સમાચારો પણ છે...