આપઘાત:શેરબજારમાં નુકસાન જતાં માતાની હત્યા પછી આત્મહત્યા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માતાને દવાનો ભારે ડોઝ આપ્યા પછી ગળે ફાંસો ખાધો

પુણે શહેરમાં એક 42 વર્ષીય શખસે માતાની હત્યા કર્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ગણેશ ફરતાડે (42) દ્વારા આ ઘાતકી પગલું લેવા પૂર્વે તેના સંબંધીને એક સુસાઈડ નોટ વ્હોટ્સએપ પર મોકલી હતી, જેમાં તેણે શેરબજારમાં ભારે નુકસાન જવાથી આ અંતિમ પગલું લેવા માટે મજબૂર બન્યો છે એમ લખ્યું છે.

આ ઘટના શુક્રવાર અને શનિવારની વચ્ચે રાત્રે ધાનકવાડી વિસ્તારમાં બની હતી. ગણેશે ઘરમાં 76 વર્ષીય બીમાર માતાને મારી નાખવા માટે દવાનો ભારે ડોઝ આપી દીધો હતો. જોકે તે મૃત્યુ નહીં પામી ત્યારે પ્લાસ્ટિકનીબેગ તેના માથામાં ઝીંકી હતી, એમ સહકાર નગરના સિનિયર પીઆઈ યુનુસ મુલાનીએ રવિવારે જણાવ્યું હતું.

માતાની હત્યા પછી ગણેશે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ પૂર્વે તેણે વ્હોટ્સએપ પર સંબંધીને સુસાઈડ નોટ મોકલી હતી. સંબંધીએ પોલીસને સતર્ક કરી હતી. પોલીસ તેના ઘરે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.સુસાઈડ નોટમાં ગણેશે જણાવ્યું કે શેરબજારમાં તેને ભારે રોકાણ થયું હતું, જેને કારણે તેના માથે કરજ વધી ગયું હતું. આથી તે આ અંતિમ પગલું લેવા માટે મજબૂર બન્યો હતો. તેણે માતાની હત્યાની પણ કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...