મની લોન્ડરિંગ, ટેરર ફન્ડિંગ, ગુનાહિત અને આતંકી પ્રવૃત્તિઓમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા સોમવારે 29 ઠેકાણે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા, જે પછી મંગળવારે પણ તેની કાર્યવાહી ચાલી રહી હતી. આ પ્રકરણ સંબંધમાં માહિમ દરગાહ અને હાજી અલી દરગાહના મેનેજિંગ ટ્રસ્ટી સુહેલ ખંડવાનીની લાગલગાટ બીજા દિવસે પણ પૂછપરછ કરવામાં આવી હતી.ખંડવાણી દક્ષિણ મુંબઈમાં કમ્બાલા હિલ ખાતે એનઆઈએની ઓફિસમાં મંગળવારે બપોરે 1.30 વાગ્યે દાખલ થતાં જોવા મળ્યા હતા, જે પછી એક કલાક બાદ તેઓ પાછા બહાર આવ્યા હતા.
આ પછી સાંજે 4 વાગ્યે તેઓ ફરીથી સાથી સાથે એનઆઈએની ઓફિસમાં દાખલ થયા હતા. આ સમયે તેમની પાસે અમુક દસ્તાવેજો પણ હતા.દાઉદ ઈબ્રાહિમની સિન્ડિકેટ ડી- કંપની સામે દાખલ કેસમાં એનઆઈએ દ્વારા મુંબઈ અને મીરા ભાયંદરમાં 29 ઠેકાણે સોમવારે સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમયે ગેન્ગસ્ટર છોટા શકીલના સાગરીત અને સંબંધી સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટ વગેરેની પૂછપરછ કરવામાં આવી હતી.
દાઉદ ઈબ્રાહિમ અને તેના સાગરીતો હાજી અનીસ ઉર્ફે અનીસ ઈબ્રાહિમ શેખ, છોટા શકીલ, જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકના અને ઈબ્રાહિમ મુશ્તાક અબ્દુલ રઝ્ઝાક મેમણ ઉર્ફે ટાઈગર મેમણને સંડોવતા ડી- કંપનીના આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્કની આતંકી અને ગુનાહિત પ્રવૃત્તિઓ સંબંધે આ દરોડા પાડવામાં આવ્યા હતા.નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ દાઉદ સાથે સંબંધિત ડી ગેંગના સાથે જોડાયેલા લોકોના 29 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને હજુ પણ કેટલાક સ્થળાેએ સર્ચની કામગીરી શરૂ રહી છે.
હવે આ મામલામાં મંત્રી નવાબ મલિકની મુશ્કેલીઓ વધી શકે છે. દરમિયાન આ મામલામાં હાલ ન્યાયિક કસ્ટડીમાં રહેલા મંત્રી નવાબ મલિકની મુશ્કેલીઓ વધી શકે છે. ખંડવાની અને મલિક વચ્ચેના આર્થિક વ્યવહાર તપાસમાં પ્રકાશમાં આવ્યા છે. નઆઇએએ ફેબ્રુઆરીથી દાઉદ ઈબ્રાહિમ અને તેના સાગરીતો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.