તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચન:પુન: બ્લેકઆઉટ ટાળવા માટે મહત્ત્વપૂર્ણ પગલાંનું સૂચન

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ સુરક્ષા સંબંધી પ્રણાલીનું આધુનિકીકરણ કરવાનું પણ સૂચન કર્યું

મુંબઈ મહાનગરમાં બ્લેકઆઉટે રાજ્ય સરકારને ઢંઢોળી નાખી છે અને હવે પછી આવી પુનરાવૃત્તિ ટાળવા માટે નિષ્ણાતોની સમિતિ દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ પગલાં સૂચવવામાં આવ્યાં છે તેનો કેટલી ઝડપથી અમલ કરવામાં આવે તે જોવું રહ્યું.સાઈબર દ્વારા આ ઘટનાની તપાસ સાથે ભવિષ્યમાં આવું થતું ટાળવા માટે અનેક સૂચનો કર્યાં છે. તેમાં આઈટી (ઈન્ફોર્મેશન ટેકનોલોજી) અને ઓટી રચના (ઓપરેશનલ ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર) એકબીજાથી અલગ કરવા, પાવર્ડ મેનેજમેન્ટ કરવું, વેબ એપ્લિકેશન સુરક્ષા સંબંધી પ્રણાલીનું આધુનિકીકરણ, આઈટી અને ઓટી રચનાનું આધુનિકીકરણ કરવું, એસએલડીસીની સાઈબર પ્રણાલીનું સશક્તિકરણ કરવું વગેરે ભલામણોનો સમાવેશ થાય છે.

સાઈબર સેલની ભલામણો અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આમ છતાં 12 ઓક્ટોબર, 2020ની ઘટનાને ધ્યાનમાં લેતાં અન્ય સમિતિઓ દ્વારા પણ અહેવાલ સુપરત કરવામાં આવ્યા છે. તેમાં મુંબઈ પારેષણ યંત્રણાનું સશક્તિકરણ કરવું, અત્યાધુનિક ટેકનોલોજી અપનાવવી વગેરે ભલામણો કરવામાં આવી છે, એમ વીજ મંત્રી નીતિન રાઉતે જણાવ્યું હતું.ઊંડાણથી અભ્યાસ કરીને ઉપાયયોજના : આ બધી સમિતિઓએ કરેલી ભલામણોનો ઊંડાણથી અભ્યાસ કરીને તેની પર ટૂંકા અને લાંબા ગાળાની જરૂરી ઉપાયયોજના કરવામાં આવશે.

તેમાં મુખ્યત્વે રાજ્ય ભાર પ્રેષણ કેન્દ્ર (એસએલડીસી)નું આધુનિકીકરણ કરવું, મુંબઈ આઈલેન્ડિંગ યંત્રણા મજબૂત બનાવવી, વિક્રોલી ખાતે 400 કેવી ઉપકેન્દ્રની સ્થાપના કરવી, મુંબઈ સ્થિત એમ્બેડેડ વીજ નિર્મિતીમાં ભરપૂર વધારો કરવો, કુડૂસ- આરે ખાતે એચવીડીસીના માધ્યમથી 1000 મેગાવેટની વધારાની વીજ મુંબઈ મહાનગર પ્રદેશ માટે ઉપલબ્ધ કરવી, ઉરણ ગેસ આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા વધારવી વગેરેનો સમાવેશ થાય છે.ભવિષ્યમાં મુંબઈ શહેરમાં વીજ ઠપ થવાની ઘટના નહીં બને અને મુંબઈ મહાનગરને ઉત્તમ ગુણવત્તાની અને પૂરતી વીજ 24 કલાક મળતી રહે તે માટે વીજ વિભાગ જરૂરી પગલાં લેશે, એવી બાંયધરી નીતિન રાઉતે આ નિમિત્તે આપી હતી.

તે દિવસે શું થયું હતું
નોંધનીય છે કે મુંબઈ મહાનગર પ્રદેશમાં બ્લેકઆઉટને લીધે ટ્રેનસેવાઓ બંધ થઈ ગઈ હતી. આને કારણે હજારો પ્રવાસીઓએ ટ્રેનમાંથી ઊતરીને પાટા પરથી નજીકના સ્ટેશને પહોંચવું પડ્યું હતું. ટ્રેનો બંધ હોવાથી રસ્તાઓ પર ઠેર ઠેર વાહનોનો ટ્રાફિકજામ સર્જાયો હતો. વળી, કામકાજના સમયમાં જ વીજ પુરવઠો ખંડિત થવાથી શેરબજાર, બેન્કો, નાણાકીય સંસ્થાઓ, કંપનીઓ, ઉદ્યોગો સહિત વીજ પર નભતા બધાં જ કામકાજ સાવ બંધ થઈ ગયાં હતાં. વીજ વિભાગના કર્મચારીઓએ, મુંબઈને વીજ પુરવઠો કરતી કંપનીઓએ જહેમત ઉઠાવતાં અમુક વિસ્તારમાં પાંચ-છ કલાક પછી વીજ પુરવઠો પુનઃસ્થાપિત થયો હતો તો કેટલાક વિસ્તારમાં છેક બીજા દિવસ સુધી વીજ પુરવઠો ખંડિત રહ્યો હતો, જેને કારણે લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...