તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:65 કિમી ગતિ સાથે નવી મુંબઈ મેટ્રોનો પ્રથમ ટ્રાયલ રન સફળ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિડકો દ્વારા સંચાલિત, શિલારોપણવિધિના એક દાયકા પછી દોડી મેટ્રો

શિલારોપણવિધિના એક દાયકા પછી નવી મુંબઈ મેટ્રોએ પોતાના પ્રથમ ટ્રાયલ રનનું સફળતાથી પરીક્ષણ શરૂ કર્યું છે. આ ટ્રાયલ રન પરીક્ષણ 1 કિલોમીટરથી ઓછી દૂરી માટે હતો. આ પરીક્ષણ સિડકો તરફથી સંચાલિત કરાયો હતો અને તલોજામાં કાર ડેપો અને મેટ્રો ટ્રેક વચ્ચે હતો. સિડકોના ઉપાધ્યક્ષ અને જનરલ મેનેજર ડો. સંજય મુખરજીએ જણાવ્યું કે સુરક્ષાનાં કારણોસર મેટ્રોની ગતિ પ્રતિકલાક 65 કિમી રાખવામાં આવી હતી.

મેટ્રો નાગરિકો માટે શરૂ કરવા પૂર્વે સંપૂર્ણ ટ્રેક પર અનેક ટ્રાયલ પરીક્ષણ કરવામાં આવશે. 11 વર્ષ વીતી ગયા પછી પણ નવી મુંબઈ મેટ્રો નાગરિકો માટે શરૂ કરવા હજુ પણ અમુક વર્ષ લાગશે. સંપૂર્ણ 11.1 કિલોમીટરનો બેલાપુર રેલવે સ્ટેશનથી લઈને પેંઢર સુધીનો ટ્રેક બે ભાગમાં શરૂ કરવામાં આવશે. પ્રથમ ભાગ સેન્ટ્રલ પાર્કથી પેંઢર સુધીનો હશે, જે 4 કિલોમીટરનો છે અને તે ડિસેમ્બર 2021 સુધી શરૂ કરવામાં આવશે. આ પછી બાકીનો ભાગ ડિસેમ્બર 2022 સુધી શરૂ કરવાની અપેક્ષા છે. આ નવી સમયરેખા ત્યારે પૂરી થશે જ્યારે ટ્રાયલ રન પરીક્ષણ અને અન્ય બાકી કામો સમયસર પૂરાં થશે.

11 વર્ષથી મેટ્રો યોજનાનું નિર્માણ
આ કામોમાં જો વધુ સમય લાગે અથવા ફરીથી કડક લોકડાઉન થાય તો આ સમયરેખા ઓર વધી શકે છે. ગત 11 વર્ષમાં આ મેટ્રો યોજનાના નિર્માણનું કામ અમુક અવસરો માટે રોકવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીમાં સિડકોએ મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) મહામેટ્રોની ઝડપથી આ માર્ગ શરૂ કરવા માટે નિયુક્તિ કરવામાં આવી હતી, જે પછી યુદ્ધને ધોરણે કામો ચાલુ છે, પરંતુ લોકડાઉન અવરોધો પેદા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...