તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દરદીઓની બાજુમાં કોરોનાગ્રસ્ત લાશો, એક બેડ પર બબ્બે દરદીઓને રાખવા સહિતની ઘટનાઓ માટે મહાપાલિકા સંચાલિત સાયન હોસ્પિટલની વારંવાર બદનામી થઈ હતી, પરંતુ હવે એક હકારાત્મક માહિતી બહાર આવી છે. આ જ હોસ્પિટલમાં 103 કોરોનાગ્રસ્ત ગર્ભવતીઓને દાખલ કરવામાં આવી હતી, જેમની પર સફળતાથી પ્રસૂતિ કરવામાં આવી છે.
બે નવજાતને એકદમ મધ્યમ લક્ષણો
સાયન હોસ્પિટલમાં કોરોના સાથે અન્ય બીમારીઓનો પણ ઈલાજ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત કોરોનાગ્રસ્ત ગર્ભવતીઓ પણ મોટી સંખ્યામાં દાખલ થઈ રહી છે. આવી 103 ગર્ભવતીઓ છેલ્લા થોડા સમયમાં દાખલ થઈ હતી, જેમની પર સફળતાથી પ્રસૂતિ કરવામાં આવી હતી, એમ ડીન ડો. રમેશ ભારમલે જણાવ્યું હતું. 50 ટકા પ્રસૂતાઓ પર સીઝેરિયન થકી પ્રસૂતિ કરવામાં આવી છે.આમાંથી ફક્ત ત્રણ માતાને કોરોનાગ્રસ્ત નવજાત જન્મ્યા હતા. જોકે તેમાંથી બે નવજાતને એકદમ મધ્યમ લક્ષણો હતાં, જ્યારે એક પોઝિટિવ આવ્યું હતું. આમ છતાં સારવાર પછી હવે આ ત્રણેય જોખમની બહાર છે. ઉપરાંત સર્વ માતાઓ પણ જોખમની બહાર છે, એમ તેમણે જણાવ્યું હતું.
નાયર હોસ્પિટલમાં પણ 100થી વધુ પ્રસૂતિઓ સફળતાથી કરવામાં આવી
નોંધનીય છે કે મુંબઈ સેન્ટ્રલ સ્થિત નાયર હોસ્પિટલમાં પણ 100થી વધુ પ્રસૂતિઓ સફળતાથી કરવામાં આવી છે, જે કેસમાં માતા અને નવજાત બધા સુરક્ષિત છે. દરમિયાન રાજ્યમાં અને દેશમાં લોકડાઉન લાગુ થયાને દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન અનેક લોકોને અનેક અડચણોનો સામનો કરવો પડ્યો છે. એમાં કોરોનાના સંકટમાં કેટલીક ગર્ભવતી મહિલાઓની સમયસર વાહન કે એમ્બ્યુલન્સ ન મળવાથી હોસ્પિટલમાં પહોંચવા પહેલાં જ પ્રસૂતિ થઈ ગઈ. તેથી આવી વિકટ પરિસ્થિતિમાં ગર્ભવતી મહિલાઓને મદદ કરવા હૌસલા ઉપક્રમ રાજ્યમાં કેટલાક ડોકટરો અને સ્વયંસેવકોએ મળીને શરૂ કર્યો છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.