તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:નાયર હોસ્પિટલમાં 1001મી કોરોનાગ્રસ્ત માતાની સફળ પ્રસૂતિ

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલના ત્રણ વિભાગના સુયોગ્ય સમન્વયથી સધાયું શુભ વર્તમાન

મુંબઈ સેન્ટ્રલ પાસે આવેલી નાયર હોસ્પિટલમાં 1001મી કોરોનાગ્રસ્ત માતાની સફળ પ્રસૂતિ સંપન્ન થઈ. આ નિમિત્તે મુંબઈએ કોવિડ વિરોધની માનવીની લડાઈને એક અલગ શુભ વર્તમાનની જોડ આપી છે. એપ્રિલ 2020માં કોવિડ હોસ્પિટલ ઘોષિત કરાયેલી નાયરમાં 14 એપ્રિલ, 2020ના રોજ પ્રથમ કોરોનાગ્રસ્ત માતાની સફળ પ્રસૂતિ સંપન્ન થઈ હતી. તે સમયથી એક વર્ષમાં 1001 પ્રસૂતિઓ પાર પાડવામાં આવે છે. તેમાં એક માતાએ ત્રણ નવજાતને જન્મ આપ્યો હતો, જ્યારે 19 માતાઓએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

આ જોતાં નાયરમાં 1022 બાળકોનો જન્મ થયો છે, એમ ડીન ડો. રમેશ ભારમલે જણાવ્યું હતું. ડો. સારિકા પાટીલ, ડો. સુષમા મલિક, ડો. ગણેશ શિંદે, ડો. અલકા ગુપ્તા, પ્રા. ડો. નીરજ મહાજન, ડો. ચારૂલતા દેશપાંડે અને ડો. સોના દવેની ટીમે આ પ્રસૂતિઓ પાર પાડી હતી. પ્રસૂતિશાસ્ત્ર વિભાગ, નવજાત શિશુ અને બાળ રોગ ચિકિત્સા વિભાગ, એનેસ્થેશિયા વિભાગના ડોક્ટરો, નર્સ, વોર્ડબોય પીપીઈ કિટ્સ પહેરીને અહોરાત્ર સેવા આપી રહ્યાં છે. આ તબીબી કર્મચારીઓ પીપીઈ કિટ પહેર્યા પછી સળંગ છ કલાક પાણી નહીં પીતાં અથવા શરીરધર્મ પણ ટાળીને અવિરત કામ કરે છે.

નવજાતે પણ કોરોનાને માત આપી
ડો. સુષમા મલિકે જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ જન્મતઃ થતું નથી. પેટમાં બાળકને સંક્રમણ થતું નથી. જોકે જન્મ પછી માતાના સંપર્કથી સંક્રમણ થઈ શકે છે. મેડિકલ પ્રોટોકોલ અનુસાર કોવિડગ્રસ્ત માતાથી જન્મેલા નવજાતની તપાસ કરવામાં આવે છે. આ રીતે આખા વર્ષમાં અમુક નવજાતના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જોકે તેમની અંદર કોરોનાનાં લક્ષણો મળ્યાં નહોતાં. તેઓ નેગેટિવ આવ્યા પછી જ ડિસ્ચાર્જ અપાયો હતો.

સ્તનપાન અને પોષણ આહાર
નવજાત માટે માતાનું દૂધ અત્યંત મહત્ત્વનું હોય છે. માતા સ્તનપાન કરાવે ત્યારે સંક્રમણની શક્યતા ધ્યાનમાં લેતાં શું ધ્યાન રાખવું જોઈએ તેનું માર્ગદર્શન નિયમિત કરવામાં આવે છે. દરેક માતાને સેનિટાઈઝરની બોટલ, સાબુ, માસ્ક વગેરે નિયમિત અપાય છે. માતાના આહારમાં વધુ પ્રોટીન અન પોષણ હોય તેનું પણ ધ્યાન રખાય છે. નવજાત માટે ટોપી અને ઝભલું પણ અપાય છે. માતાઓને ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, તેલ, કાંસકી, ટુવાલ, રૂમાલ પણ આપવામાં આવે છે.

તબીબી સંશોધન અને લેખન
કોરોનાકાળમાં માતાઓની સફળ પ્રસૂતિ ઉપલબ્ધ માહિતી અનુસાર તબીબી ક્ષેત્રમાં હમણાં સુધીની એકમાત્ર યશોગાથા છે. તેમાં શાસ્ત્રશુદ્ધ દસ્તાવેજો અને મેડિકલ રિસર્ચ પેપર પ્રગતિને પંથે છે, એવી માહિતી પણ તેમણે આપી હતી.

સીઝેરિયનમાં એનેસ્થેશિયા
એક વર્ષમાં 1001 પ્રસૂતિમાંથી 599 નોર્મલ ડિલિવરી, જ્યારે 402 સીઝેરિયન ડિલિવરી થઈ હતી. સીઝેરિયન ડિલિવરીને સફળ બનાવવામાં એનેસ્થેશિયા વિભાગની કામગીરી અત્યંત મહત્ત્વપૂર્ણ રહી હતી.

સ્વચ્છતા અને સાફસફાઈ
પ્રસૂતિ વિભાગ અને નવજાત શિશુનો આઈસીયુમાં સ્વચ્છતાઅને સાફસફાઈ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વોર્ડબોય અને કર્મચારીઓ પીપીઈ કિટ પહેરીને આ કામ સફળતાથી પાર પાડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો