તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દર્દીઓની સંખ્યા ઘટનારા વોર્ડમાં પાલિકાનો અભ્યાસ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સંસ્થાઓની મદદથી મેડિકલ કારણોનું વિશ્લેષણ

મુંબઈના કેટલાક વોર્ડમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી છે. એની પાછળ ચોક્કસ મેડિકલ કારણોનું વિશ્લેષણ કરવા માટે મહાપાલિકાએ આ વોર્ડમાં વિશેષ અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે. સી, એલ, એમ પૂર્વ અને બી વોર્ડમાં મુંબઈના અન્ય ભાગો કરતા દર્દીઓનું પ્રમાણ ઓછું હોવાનું દેખાય છે. એની પાછળ ચોક્કસ ક્યા કારણો છે એ શોધવા માટે આ અભ્યાસનો હેતુ હોવાનું મહાપાલિકાના વરિષ્ઠ મેડિકલ અધિકારીઓએ જણાવ્યું હતું. આ સંદર્ભે અત્યારે નિયોજન ચાલુ છે. એના માટે કેટલીક સંસ્થાઓની મદદ લેવામાં આવશે.

મહાપાલિકાએ આપેલી માહિતી અનુસાર 31 મે સુધી મુંબઈમાં 7,05,575 દર્દીઓની નોંધ કરવામાં આવી હતી. કુલ 62,71,743 ટેસ્ટ કરવામાં આવી છે. એમાં પોઝિટિવ રિપોર્ટનું પ્રમાણ 11.25 ટકા છે. કોરોનાના સંક્રમણ માટે 13,842 સંપર્કના વ્યક્તિઓને શોધવામાં આવ્યા જેમાં 9142 હાઈ રિસ્ક સંપર્કના ક્ષેત્રમાં આવે છે. 4700 જણ લો રિસ્ક સંપર્ક છે. એલ વોર્ડમાં હવે ફક્ત 3 કન્ટેનમેંટ ઝોન છે. આ પ્રમાણ પહેલાં 8 થી 16 હતું. એ, બી, સી, એફ નોર્થ, એફ સાઉથ, જી નોર્થમાં એક પણ કન્ટેનમેંટ ઝોન નથી.

એલ વોર્ડમાં 25,065 દર્દીઓની નોંધ કરવામાં આવી છે. શૂન્યથી 15,000 દર્દી સંખ્યાવાળા વોર્ડમાં એ, એફ સાઉથ, ઈ, એમ ઈસ્ટ, આર નોર્થ, જી સાઉથ, એમ વેસ્ટ, એમ ઈસ્ટ, એલ, એફ નોર્થ, એચ વેસ્ટ, જી નોર્થ, વોર્ડની નોંધ કરવામાં આવી છે. એલ, ડી, આરએસ, એચ વેસ્ટ, પી સાઉથ, કે ઈસ્ટ, એચ ઈસ્ટ, જી સાઉથ, ટી, એફ નોર્થ, એમ ઈસ્ટ, ઈ, બી, એમ વેસ્ટ, વોર્ડમાં 0.12 થી 0.16 ટકા દર્દીઓની સંખ્યા અઠવાડિયામાં વધી છે. ભાયખલા, પરેલ, મરિન લાઈન્સ, ઘાટકોપર, ચેંબુર ખાતે દર્દીઓનો બમણા થવાનો દર 550 દિવસ કરતા વધુ નોંધવામાં આવ્યો છે.

મહાપાલિકાના વરિષ્ઠ મેડિકલ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર કેટલાક વોર્ડમાં દર્દીઓની સંખ્યા બીજી લહેરમાં વધુ પ્રમાણમાં વધી નથી અથવા કેટલાક વોર્ડમાં શરૂઆતમાં આ પ્રમાણ વધુ દેખાયું પણ પછી ઝડપથી નીચે આવ્યું. એના ચોક્કસ કયા કારણો છે એ અભ્યાસ પછી જ ખબર પડશે. હર્ડ ઈમ્યુનિટી, રસીકરણ તેમ જ લોકડાઉનના પ્રતિબંધોને લીધે આ પ્રમાણ ઓછું થયું છે કે, એનો સહિયારો અભ્યાસ કરવો એના લીધે શક્ય થશે.

અન્ય સમાચારો પણ છે...