તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વિદ્યાર્થીઓ પાસે એલસી નહીં હોય તો પણ એડમિશન મળશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીવીંગ સર્ટિ ન હોય તો બર્થ સર્ટિ પર એડમિશન

સ્કૂલમાં પ્રવેશ માટે વિદ્યાર્થી પાસે સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર ન હોય તો પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે. સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર ન હોય તો વિદ્યાર્થીઓને બર્થ સર્ટિફિકેટ પર પ્રવેશ આપવો એવો મહત્ત્વનો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે.

દરેક બાળકને ભણવાનો તેમ જ એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં પ્રવેશ લેવાનો અધિકાર છે. અત્યારના કોરોનાના સમયમાં અસામાન્ય પરિસ્થિતિના કારણે સ્કૂલમાં ફી ભરી ન શકેલા વિદ્યાર્થીઓને સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર (સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ) આપવા કેટલીક સ્કૂલો નકાર આપી રહી છે એમ ધ્યાનમાં આવ્યું છે. સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર ન હોય તો વિદ્યાર્થીઓને બીજી સરકારી અને અનુદાનિત સ્કૂલમાં પ્રવેશ નકારવામાં આવે છે. ફક્ત આ પ્રમાણપત્રના કારણે પ્રવેશ નકારવો એ અન્યાયકારક તેમ જ આરટીઈ કાયદાનો ભંગ કરનારું છે. તેથી સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે.

તો પ્રિન્સિપાલ વિરુદ્ધ કાર્યવાહી કરાશે
વિદ્યાર્થીઓ સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટના અભાવે શિક્ષણથી વંચિત ન રહે એનું ધ્યાન પ્રિન્સિપાલે રાખવું. વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેશે તો પ્રિન્સિપાલ કે સ્કૂલપ્રમુખ વિરુદ્ધ નિયમ અને કાયદાની જોગવાઈ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પહેલાંની સ્કૂલ પાસેથી સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ ન મળ્યું હોય તો સ્કૂલમાં વિદ્યાર્થીને ઉંમર અનુસાર ક્લાસમાં પ્રવેશ આપવો.

અન્ય સમાચારો પણ છે...