તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:રાજ્યમાં 1 થી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા વિના પાસ

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવમા અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓ બાબતે ટૂંકમાં નિર્ણય લેવાશે

રાજ્યના સ્કૂલ શિક્ષણ વિભાગે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વની ઘોષણા કરી હતી. રાજ્યમાં કોરોનાની સ્થિતિ જોતા રાજ્યના રાજ્ય મંડળની તમામ સ્કૂલોમાં પહેલાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ આગળના ધોરણમાં પ્રમોટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘોષણા કરી હતી. રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને આ નિર્ણયને લીધે મોટી રાહત મળી છે. દરમિયાન નવમા અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓ બાબતે ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરવામાં આવશે.

પહેલાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાના નિર્ણયની ઘોષણા ગાયકવાડે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી. એક વીડિયો દ્વારા તેમણે શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને તમામ સંબંધિત ઘટકો સાથે સંવાદ સાધ્યો હતો. કોરોનાના સંક્રમણની સ્થિતિ દિવસે દિવસે વધી રહી છે. સ્કૂલ શિક્ષણ વિભાગે થોડા સમય પહેલાં ઓનલાઈન, ઓફ્ફલાઈન, યુટ્યુબ, ગુગલના માધ્યમથી શિક્ષણ ચાલુ રાખ્યું. પહેલાથી ચોથા ધોરણ સુધી સ્કૂલો આખું વર્ષ શરૂ કરી ન શક્યા. જ્યાં સ્કૂલો ચાલુ કરવામાં આવી ત્યાં અભ્યાસક્રમ પૂરો ન થઈ શક્યો.

શિક્ષણ હક કાયદા અંતર્ગત ખરેખર તો પહેલાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓના સંપૂર્ણ શૈક્ષણિક વર્ષનું ઈવેલ્યુએશન (મૂલ્યમાપન) થવું જોઈએ પણ આ વર્ષે એ થઈ શક્યું નથી. તેથી આ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરવાનો નિર્ણય સ્કૂલ શિક્ષણ વિભાગે લીધો છે એમ ગાયકવાડે જણાવ્યું હતું. પહેલાથી આઠમા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રમોટ કરતા વિદ્યાર્થીઓને વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ રાજ્ય શૈક્ષણિક સંશોધન અને પ્રશિક્ષણ પરિષદ મહારાષ્ટ્ર પુણે મારફત આપવામાં આવશે. રાજ્યનો દરેક વિદ્યાર્થી ગુણવત્તાવાળું શિક્ષણ લે એ માટે આપણે કટીબદ્ધ રહીયે એમ તેમણે ઉમેર્યું હતું.

શૈક્ષણિક નુકસાન
કોરોનાના ફેલાવાને કારણે આ વર્ષે સ્કૂલ શિક્ષણ વિભાગનું શૈક્ષણિક વર્ષ ઓનલાઈન પદ્ધતિથી શરૂ થયું. એ અનુસાર પહેલાથી બારમા ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવ્યા. જો કે ઈંટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા અને ઓનલાઈન શિક્ષણ માટે પૂરતા પ્રમાણમાં સાધનોની ઉપલબ્ધતા ન હોવાથી વિદ્યાર્થીઓને ભણાવવામાં અડચણો આવી. શહેરી ભાગોની સરખામણીએ ગ્રામીણ ભાગોમાં આ અડચણો વધારે હતી. તેથી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો ન થયો હોવાથી તેમનું શૈક્ષણિક નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો