વપરાયેલી પ્રિસ્ક્રિપ્શન દવાઓનું દાન થઈ શકે છે. ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરવામાં આવેલી દવા કદાચ ખરીદી નહીં શકે તેવા ડરથી કેટલાય ગરીબ દર્દીઓ ડોક્ટર પાસે જવાનું ટાળે છે. આવા સંજોગોમાં ઘરમાં નકામી પડી રહેલી દવાઓને જરૂરિયાતમંદો સુધી પહોંચાડીને આ પ્રક્રિયામાં તેનો વપરાશ કરનારા દર્દીઓનાં નાણાં અને જીવન બચાવવાનો સરળ માર્ગ છે. કેટલીક હોસ્પિટલો, દવાખાના અને એનજીઓમાં લોકો તેમની નહીં વપરાયેલી અને એક્સપાયર નહીં થઈ ગયેલી દવાઓ દાન કરી શકે છે. આવી જ એક ઝુંબેશ ગુજરાતી વિદ્યાર્થિનીએ શરૂ કરી છે.
અમે ધ હેલ્થ મેડિકેટ પ્રોગ્રામ હેઠળ મુંબઈમાં વૃદ્ધાશ્રમો અને અનાથાલયોના મેડિકલ સેન્ટર્સમાં દવાઓ પૂરી પાડવા માટે સાપ્તાહિક અભિયાન ચલાવીએ છીએ, એમ મુંબઈની કેથેડ્રલ એન્ડ જ્હોન કેનન સ્કૂલની 11મા ધોરણની વિદ્યાર્થિની અનુષ્કા ભાવિન મહેતાએ જણાવ્યું હતું.
અનુષ્કાએ આ ઝુંબેશ શરૂ કરી છે.દવાઓ પેકેટમાં આવે છે અને પ્રિસ્ક્રાઈબ્ડ ડોઝનો ઉપયોગ કર્યા પછી અથવા પ્રિસિપ્લાનમાં ફેરફારની સાથે બાકીની દવા એક્સપાયર નહીં થાય ત્યાં સુધી ઘરોમાં પડી રહે છે. દવાની દુકાનો બાકી વધેલી દવાઓ પાછી લેતી નથી. આથી આ દવાઓનું દાન કરીને લોકો તેમના ઘરમાં બાકી રહી ગયેલી દવાઓનો સદુપયોગ કરી શકે છે, એમ અનુષ્કા કહે છે.
આમાંથી કેટલીક દવાઓનો નિયમિત ધોરણે ઉપયોગ થાય છે, પરંતુ કેટલીક દવાઓ મહિનાઓ સુધી અથવા કાયમ માટે ઉપયોગ વિના પડી રહે છે. કેટલાક લોકો નહીં વપરાયેલી અથવા બિનજરૂરી દવાઓને ઘરમાં રાખી મૂકવાના બદલે તેનું દાન કરી શકે છે. “અમે લોકોને નહીં વપરાયેલી અને એક્સપાયર નહીં થયેલી દવાઓ દાન કરવા માટે આગળ આવવા વિનંતી કરીએ છીએ,” તેણે કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.