તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:નવા વેરિયન્ટને લઈ રાજ્યમાં ફરીથી કઠોર નિયંત્રણો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેસ ઓછા થવા છતાં બધા જિલ્લા લેવલ-3 પર રહેશે

ડેલ્ટા, ડેલ્ટા પ્લસ નવા વેરિયન્ટને લીધે કોરોનાનું જોખમ વધુ વધ્યું હોવાથી ત્રીજી લહેરનો સામનો કરવા માટે રાજ્ય સરકારે અમુક કઠોર નિર્ણય લીધા છે. રાજ્યમાં તબક્કાવાર અનલોક કરતી વખતે સરકારે વિવિધ જિલ્લા માટે ત્યાંના નવા કેસ અને ઓક્સિજન બેડની ઓક્યુપન્સી અનુસાર પાંચ લેવલમાં તેમને વિભાજિત કરવામાં આવ્યા હતા, પરંતુ હવે રાજ્ય સરકારે આ માપદંડમાં ફેરફાર કર્યો છે. સર્વ જિલ્લાઓને હવે લેવલ-3માં જ ગણવામાં આવશે.

આને કારણે તેમને લેવલ-3ના નિયમો લાગુ થશે. રાજ્યમાં રત્નાગિરિ, જલગામ સહિત અમુક જિલ્લામાં કોરોનાનો નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ મળી આવ્યો છે. આ વેરિયન્ટ અત્યંત ઘાતક છે. તેનો પ્રસાર તેજ ગતિથી થતો હોવાનું જણાયું છે. આ ધ્યાનમાં લેતાં પ્રશાસન સતર્ક થયું હોઈ રાજ્યના મદદ, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગે તુરંત નવા આદેશ શુક્રવારે જારી કર્યા છે.

આ મુજબ કોરોના સંક્રમણનો દર અને ઓક્સિજન બેડની સંખ્યા ગમે તે હોય તો પણ હવે પછી રાજ્યના બધાજિલ્લા લેવલ-3 પર જ રહેશે. આ મુજબ સ્થાનિક પ્રશાસનને પોતપોતાના જિલ્લામાં કઠોર નિયંત્રણો લાદવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણને રાજ્યની પરવાનગી લેવાની જરૂર નથી, એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

બ્રેક ધ ચેઈન અંતર્ગત લાગુ કરવામાં આવેલાં નિયંત્રણો હળવાં કરતી વખતે રાજ્ય સરકારે આ પૂર્વે પાંચ લેવલ નક્કી કર્યા હતા. તે માટે 4 જૂનના રોજ આદેશ જારી કરવામાં આવ્યા હતા. જોકે કોરોનાનો વાઈરસ સતત રૂપ બદલતો હોવાથી અને અલગ અલગ સ્વરૂપમાં હુમલા કરતો હોવાથી જોખમ વધ્યું છે. આથી ચાર જૂનના આદેશમાં હવે મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.

આટી- પીસીઆર જ ધ્યાનમાં લેવાશે
નિયંત્રણોનું લેવલ નક્કી કરતી વખતે આ પૂર્વે કોરોનાનો સંક્રમણ દર ધ્યાનમાં લેવાતો હતો. જોકે તેમાં એન્ટીજન અને આરટી- પીસીઆર ટેસ્ટ ધ્યાનમાં લેવાતા હતા. હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પછી કોરોના પોઝિટિવિટી દર નિશ્ચિત કરતી વખતે ફક્ત આરટી- પીસીઆર તપાસ ધ્યાનમાં લેવાશે. રેપિડ એન્ટીજન ટેસ્ટ કે અન્ય પરીક્ષણોનો આધાર તે માટે લેવાશે નહીં.

લેવલ-1 જિલ્લા ફરી લેવલ-3માં
દરમિયાન થાણે સહિત અનેક જિલ્લામાં પોઝિટિવિટી દર ઓછો થતાં અને ઓક્સિજન બેડની સંખ્યા ઓછી થતાં તેમને લેવલ-1માં લાવવામાં આવ્યા હતા, જ્યાં બધું જ ફરીથી પૂર્વવત થઈ ગયું હતું. જોકે હવે આ જિલ્લાઓ પણ લેવલ-3માં આવી જશે, જેથી તેમને પણ દુકાનો સાંજે 4 સુધી જ ખુલ્લી રાખવા સહિતનાં કડક નિયંત્રણોનું પાલન કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...