તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સાઈબર ધમકી આપનાર સામે કડક પગલાં લેવાશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રિયા સુળેની માગણીની ગૃહમંત્રીએ નોંધ લીધી

સાઈબર ધમકી આપનાર સામે કઠોર પગલાં લેવામાં આવશે, આઈટી ધારા 2000 અને ભારતીય ફોજદારી સંહિતા હેઠળ આવા ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે, એમ રાજ્યના ગૃહમંત્રી દિલીપ વળસે- પાટીલે બુધવારે જણાવ્યું હતું. એનસીપીનાં નેતા અને સાંસદ સુપ્રિયા સુળે દ્વારા સાઈબર હુમલા કરનાર સામે કડક પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી. સોશિયલ મિડિયા પર યુઝર્સ દ્વારા ધમકી આપી હોવાનો સ્ક્રીનશોટ એક પત્રકારે પોસ્ટકર્યા પછી સુળેએ વળસે- પાટીલ અને નવી મુંબઈ પોલીસને આ મામલાની તપાસ કરવા અને ગુનેગાર સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.

સાઈબર ધમકીની કડક શબ્દોની ઝાટકણી કાઢતાં સુળેએ જણાવ્યું હતું કે સાઈબર ધમકી સૌથી મોટી ઓનલાઈન ચિંતા છે, જે નેટિઝનોને પરેશાન કરી રહી છે. સરકારે ધ્યાનમાં લેવું જોઈએ કે સાઈબર ધમકીથી હજારો નેટિઝનો પરેશાન છે અને તેથી આવી ઘટનાઓ રોકવા માટે પૂર્વસક્રિય પગલાં લેવાની જરૂર છે. આ પછી વળસે- પાટીલે આ મામલોને અત્યંત ગંભીરતાથી લેવાયો છે એમ જણાવીને કહ્યું કે આ સતામણીનું આઘાતજનક રૂપ છે અને મહારાષ્ટ્ર પોલીસ આ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દાને નાથવા માટે કામ કરી રહી છે.સઘન તપાસ પછી ગુનેગારો સામે કડક હાથે પગલાં લેવાશે. પીડિતો હેલ્પલાઈન નંબર 112 પર આ સંબંધમાં ફરિયાદ કરી શકે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...