કોર્ટનો આદેશ:પવઈ તળાવની બાજુમાં સૂચિત સાઈકલ-જોગિંગ ટ્રેક પર બંધી

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવાં કામ ગેરકાયદેસર હોવાની કોર્ટે નોંધ કરી

મુંબઈ હાઈ કોર્ટે શુક્રવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મહાપાલિકા)ને શહેરના પવઈ તળાવની બાજુમાં પ્રસ્તાવિત સાઈકલ અને જોગિંગ ટ્રેક પર કોઈ પણ કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આવા કામને ગેરકાયદેસર ગણાવ્યું હતું.ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ વીજી બિષ્ટની ખંડપીઠે અવલોકન કર્યું કે મહાપાલિકાનો પ્રોજેક્ટ અને તેના માટે પવઈ તળાવનું પુનર્જીવિત કરવું વેટલેન્ડ્સ (સંરક્ષણ અને વ્યવસ્થાપન) નિયમોનું ઉલ્લંઘન છે.

હાઇ કોર્ટે મહાપાલિકાને તળાવની આસપાસ અથવા તેના કેચમેન્ટ એરિયામાં પહેલેથી કરવામાં આવેલાં તમામ બાંધકામોને તાત્કાલિક દૂર કરવા અને તેને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાઈકલ ટ્રેકનું કામ કાયદા મુજબ ગેરકાયદેસર છે અને પ્રતિવાદી મહાપાલિકાને આ સ્થળે કોઈ પણ સુધારો કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, એમ બેન્ચે કહ્યું.કોર્ટનો આદેશ બે પીઆઈએલ પર આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...