તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાવિતરણ:હજુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના વીજ બિલના રૂ. 7208 કરોડ બાકી

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મહવિતરણે રાજ્ય સરકારને 15મા નાણાં આયોગના ભંડોળમાંથી ચુકવવા કહ્યું

રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ સ્ટ્રીટલાઈટ્સ અને પાણી પુરવઠા યોજનાના વીજ બિલ વર્ષોથી ચુકવતી ન હોવાથી મહાવિતરણના રૂ. 7208 કરોડના લેણાં નીકળે છે. ઉપરાંત ચાલુ વપરાશના બિલ પણ ચુકવતી ન હોવાથી મહાવિતરણના લેણાંની રકમ વધતી રહે છે. તેથી 15મા નાણાં આયોગના ભંડોળમાંથી મહાવિતરણ કંપનીના લેણાંની 100 ટકા રકમ કાપીને એ મહાવિતરણને આપવાની વિનંતી રાજ્ય સરકારને કરી છે.

આ પહેલાં રાજ્ય સરકારે ૧૪મા નાણાં આયોગના ભંડોળમાંથી બાકી લેણાંની 50 ટકા રકમ મહાવિતરણને સોંપી હતી. હવે 100 ટકા બાકી લેણાં 15મા નાણાં આયોગના ભંડોળમાંથી વસૂલ કરી આપવાની વિનંતી મહાવિતરણે કરી છે. રાજ્યની નગરપરિષદો, નગરપાલિકાઓ અને જિલ્લા પરિષદો તેમ જ મહાપાલિકા અંતર્ગત આવતો સાર્વજનિક પાણી પુરવઠો યોજના અને સ્ટ્રીટ લાઈટ્સને મહાવિતરણ દ્વારા વીજ જોડાણ આપવામાં આવે છે. નાણાં આયોગ તરફથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેનું ભડોળ ગ્રામવિકાસ અને નગરવિકાસ વિભાગને આપવામાં આવે છે અને પછી આ વિભાગ સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને અનુદાનનું વિતરણ કરે છે. વિદ્યુત જોડાણના બિલની બાકી નીકળતા લેણાંની રકમ સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરફથી થતી ન હોવાથી તેની ઓકટોબર 2020ના અંત સુધી લેણાંની રકમ રૂ. 7208 કરોડ જેટલી થઈ છે. આ પહેલાં લેણાંની રકમ વસૂલ કરવા 16 મે 2018ના રાજ્ય સરકારે જારી કરેલા સરકારી નિર્ણય અનુસાર સાર્વજનિક પાણી પુરવઠા યોજના અને સ્ટ્રીટ લાઈટ્સ પર મહાવિતરણ કંપનીના 31 માર્ચ 2018 સુધીના બાકી લેણાંની રકમમાંથી (લેટ ફી અને વ્યાજ ઓછું કરીને) 50 ટકા રકમ 14મા નાણાં આયોગના ભંડોળમાંથી નગરવિકાસ અને ગ્રામવિકાસ વિભાગે મહાવિતરણને ચુકવવાનો આદેશ આપ્યો હતો. તેમ જ સંબંધિત સાર્વજનિક સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના 50 ટકા મૂળ રકમ બાકી, લેટ ફી અને વ્યાજની રકમ ચાલુ વીજ બિલ સહિત નિયમિતપણે ભરવાનો નિર્દેશ આપ્યો હતો.

ગ્રામીણ ભાગો માટે અલગ જોગવાઈ જરૂરી
મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રામપંચાયતની લાઈટ્સ માટે છેલ્લા કેટલાક વર્ષોથી બજેટમાં ફક્ત રૂ. 228 કરોડ જેટલી જ જોગવાઈ કરવામાં આવે છે. પણ આ ખર્ચ વર્ષેદહાડે રૂ. 950 કરોડની આસપાસ છે. 10 થી 15 વર્ષ પહેલાં ગ્રામીણ ભાગોની લાઈટનું બિલ રૂ. 228 કરોડ હતું. રાજ્ય સરકાર તરફથી આજે પણ એ જ આંકડાને ધ્યાનમાં રાખીને જોગવાઈ કરવામાં આવે છે. આ જોગવાઈ વાર્ષિક માગની સરખામણીએ અત્યંત ઓછી હોવાથી અને ગ્રામપંચાયતે અનુદાન સિવાયની રકમ ભરી ન હોવાથી બાકી નીકળતા લેણાંની રકમમાં સતત વધારો થતો દેખાય છે. તેથી હવે સરકારે વીજના વપરાશ અનુસાર રકમની જોગવાઈ કરવી જરૂરી છે એવી વિનંતી મહાવિતરણે રાજ્ય સરકારને કરી છે.

વ્યાજ અને લેટ ફીમાં પણ વધારો નહીં થાય
બાકી નીકળતી રકમ પ્રમાણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને વીજ બિલ ભરવા આપવામાં આવતું અનુદાન જો મહાવિતરણ કંપનીને મુખ્યાલયને સ્તરે દર મહિને એડવાન્સમાં ચુકવવામાં આવે તો બાકી લેણાંમાં થતો વધારો ટાળી શકાશે અને લેણાંમાં વધારો ટળે તો એ મુજબ ચાર્જ કરવામાં આવતું વ્યાજ અને લેટ ફીમાં પણ વધારો નહીં થાય એવી વિનંતી મહાવિતરણે રાજ્ય સરકારને કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો