તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:રાજ્યની સ્કૂલો ગૂગલ ક્લાસરૂમના માધ્યમથી શરૂ થશે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યારે સ્કૂલો બંધ છે છતાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલુ રહે એ માટે કરવામાં આવતા પ્રયત્નોમાં હવે સુવિધા ઉપલબ્ધ હોય એવા ઠેકાણે રાજ્યની સ્કૂલો ગુગલ ક્લાસરૂમના માધ્યમથી શરૂ કરવામાં આવશે. આ પ્રકલ્પનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઉપમુખ્યમંત્રી અજિત પવાર, સ્કૂલ શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડ, ગુગલના ભારતના સેલ્સ પ્રેસિડન્ટ સંજય ગુપ્તાની ઉપસ્થિતિમાં ઉદઘાટન થયું. આ ઉપક્રમ માટે સરકારે ગુગલ સાથે કરાર કર્યો છે. આ માધ્યમથી વિદ્યાર્થીઓ ક્યાંય પણ, કોઈ પણ સમયે ભણી શકશે.

વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવા સાથે જ શિક્ષકો આ માધ્યમથી વિદ્યાર્થીઓના ક્લાસ લઈ શકશે. તેમને પ્રોજેક્ટ આપીને માર્ક્સ આપી શકશે. અત્યાર સુધી લગભગ દોઢ લાખ શિક્ષકોએ આ માધ્યમના ઉપયોગ માટે નોંધણી કરાવી છે. સંકટના આ સમયમાં શિક્ષણ બાબતે ઉદભવેલી સમસ્યાનું શિક્ષણ વિભાગે ડિજિટલ ક્રાંતીનો યોગ્ય ઉપયોગ કરીને તકમાં રૂપાંતર કર્યું છે. ગ્રામીણ ભાગોના વિદ્યાર્થીઓને પણ એના લીધે દરજ્જાવાળા શિક્ષણની તક મળશે.

અન્ય સમાચારો પણ છે...