તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ચેમ્બુરમાં અત્યાધુનિક CBSC પબ્લિક સ્કૂલ શરૂ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકાની આ સ્કૂલમાં 400 બેઠક માટે 2000થી વધુ અરજીઓ આવી

મહાપાલિકા દ્વારા ચેમ્બુરમાં અત્યાધુનિક સીબીએસસી પબ્લિક સ્કૂલ શરૂ કરવામાં આવી છે અને તેને અદભુત પ્રતિસાદ મળ્યો છે. આથી મહાપાલિકા દ્વારા આવી વધુ સ્કૂલો શરૂ કરવાનો વિચાર છે. ચેમ્બુરમાં વોર્ડ 147 વાશી નાકા ખાતે ચાર માળની નવી ઈમારતમાં 400 વિદ્યાર્થીઓ માટે મહાપાલિકાની અજીજબાગ સીબીએસસી મુંબઈ પબ્લિક સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સ્કૂલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની લાઈન લાગી હતી. લગભગ 2000 અરજીઓ આવી હતી, જેમાંથી 400ની પસંદગી કરવામાં આવી છે.

ભવિષ્યમાં મહાપાલિકાની સ્કૂલોમાં આઈબી સ્કૂલ પણ શરૂ કરવામાં આવશે. આ બધી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે. આ સાથે દરેક વોર્ડમાં એક સ્વતંત્ર સીબીએસસી, આઈસીએસઈ બોર્ડની સ્કૂલ શરૂ કરવામાં આવશે, એમ ઉપનગર જિલ્લાના પાલકમંત્રી આદિત્ય ઠાકરેએ સ્કૂલનું લોકાર્પણ કર્યા પછી જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે 24 વસ્તુઓનું નિઃશુલ્ક વિસ્તરણ, રમતમાં ફિફા સાથે કરેલા કરાર જેવી બાબતો વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે મહાપાલિકા અમલ કરી રહી છે. મહાપાલિકાએ માત-ભાષા સાથે સીબીએસસી, આઈસીએસી બોર્ડની સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લીધો તે બહુ સારી વાત છે.

આ વિસ્તારમાં જર્જરિત અમુક સ્કૂલોની ઈમારતોને દુરસ્તી કરીને અથવ પુનઃબાંધણી કરીને આ પ્રકારની સ્કૂલો ત્યાં શરૂ કરવાના નિર્દેશ આ સમયે અલ્પસંખ્યાક વિકાસ મંત્રી નવાબ મલિકે આ સમયે આપ્યા હતા.

નર્સરીથી છઠ્ઠું ધોરણ
દેશમાં વર્ચ્યુઅલ શિક્ષણના માધ્યમથી સૌથી વધુ વિદ્યાર્થીઓ મુંબઈ મહાપાલિકામાં શિક્ષણ લઈ રહ્યા હોઈ મહાપાલિકાના આરોગ્ય અને શિક્ષણ બાબત ગુણવત્તાયુક્ત સેવા સુવિધા મુંબઈગરાને આપવામાં આવી રહી છે. આ સમયે નગરસેવિકા અંજલી નાઈક, શિક્ષણ સમિતિનાં અધ્યક્ષા સંધ્યા દોશી વગેરે હાજર હતાં. આ સ્કૂલમાં નર્સરીથી લઈને છઠ્ઠા ધોરણ સુધી કુલ 400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તબક્કાવાર આ પ્રવેશ સંખ્યા વધારવામાં આવશે, એમ આ સમયે જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...