તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી કરવા માગ:સાંસદ ડેલકરને મરણયાતના આપનાર હજુ ખુલ્લા કેમ ફરે છે, રાજ્ય વિધાનમંડળમાં પ્રશ્ન ઊઠ્યો

મુંબઇ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાદરા નગર હવેલીના સાંસદ મોહનભાઈ સંજીભાઈ ડેલકર (58)નો આત્મહત્યાનો મુદ્દો આજે કોંગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેએ વિધાનમંડળમાં ઉઠાવ્યો હતો. આદિવાસી સમાજના ડેલકર સાત વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે પ્રચંડ મરણયાતના આપવામાં આવી હતી. પોતાને ન્યાય મળે તે માટે પ્રયાસ કર્યા, પરંતુ અંતે મુંબઈમાં આવીને જીવનયાત્રા સમાપ્ત કરી. તેમની 15 પાનાંની સુસાઈડ નોટમાં જેમનાં નામ છે તેમની પર હજુ ગુના દાખલ કરવામાં આવ્યા નથી. આ સંબંધે તુરંત ગુના દાખલ કરીને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી એવી માગણી મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નાના પટોલેએ કરી છે. તેઓ વિધાનસભામાં બોલતા હતા.

તેમણે જણાવ્યું કે ડેલકરે પોતાની વ્યથા વડા પ્રધાન, ગૃહમંત્રી અને સંસદમાં પણ રજૂ કરી. તેમને કઈ રીતે ત્રાસ આપવામાં આવતો તે તેમણે 15 પાનાંની સુસાઈડ નોટ રૂવાડાં ઊભાં કરી દેનારી છે. આ સુસાઈડ નોટમાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ ખોડા પટેલનું નામ છે. તેમને ભાજપે દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે બેસાડ્યા છે. આ પ્રકરણમાં કોઈ ગમે તેટલા મોટા હોય તો પણ તેઓ કાયદાથી પર નથી. તેમની પર કાર્યવાહી થવી જોઈએ, એવી આગ્રહભરી માગણી તેમણે કરી હતી.

વિરોધી પક્ષો પર હલ્લાબોલ કરતાં પટોલેએ જણાવ્યું કે કોરોનાકાળમાં મહારાષ્ટ્ર સરકારે જનતાના જાનનું રક્ષણ કરવાનું કામ કર્યું પણ આ કામમાં વિરોધીઓ સરકાર સાથે આવ્યા નહીં. ઊલટું, સરકાર પર ટીકા કરવામાં ધન્યતા અનુભવી રહ્યા છે.

કોરોનાને મુદ્દે પણ વિરોધી પક્ષની ટીકા
કોરોનાનો અણસાર લાગતાં જ ડિસેમ્બર 2019માં દેશની સીમા સીલ કરવાની જરૂર હોવા છતાં કેન્દ્ર સરકારે તે કામ કર્યું નહીં. દીવા પ્રગટાવો, થાળીઓ વગાડો, તાળીઓ વગાડો જેવા કાર્યક્રમ કર્યા અને અચાનક લોકડાઉન લાગુ કરવાથી ગરીબ, કામગાર, મજૂર વર્ગની કફોડી હાલત બની. જનતા મોંઘવારીથી ત્રસ્ત છે, પરંતુ વિરોધીઓ તેની પર બોલતા નથી. ઉજ્જવલા ગેસ આપ્યો તેથી ગાજાવાજા કરનારી સરકારે ગેસના દર એટલા મોંઘા કર્યા છે કે હવે ગેસ સિલિંડર ભરી લેવાનું સામાન્ય જનતાને પરવડનારું રહ્યું નથી. મોદી સરકારે જીડીપીમાં મોટો વધારો કર્યો, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...