તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કોરોનાના નિયમોનું કડક પાલન કરવા માટે રાજ્ય સરકારના આદેશ

મુંબઈ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઉદ્યોગપતિઓ સાથે તત્કાલ સંવાદ સાધ્યો

કોરોનાનો વધતો ફેલાવો જોતા ઉદ્યોગજગતે થોડા સમય માટે કારખાનામાં જરૂરી હોય એટલા જ કામદાર બોલાવવા, સંક્રમણ રોકવા માટે જે ઉદ્યોગો માટે કારખાનામાં જ કામદારોની રહેવાની વ્યવસ્થા કરવી શક્ય હોય તેમણે આ વ્યવસ્થા કરવી, વર્ક ફ્રોમ હોમ શક્ય છે તો એ કરવું, જે કામદાર કોરોનાગ્રસ્ત થાય તો એના કુટુંબની જવાબદારી લઈને એનું ગુજરાન ચાલુ રહે એનું ધ્યાન રાખવું એમ જણાવતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોવિડ વિરુદ્ધ લડતા એક કુટુંબની જેમ આપણે સાથે સામનો કરીએ અને એના પર માત કરીએ એવી હાકલ કરી હતી.

મુખ્યમંત્રીની હાકલને હકારાત્મક પ્રતિસાદ આપતા ઉદ્યોગજગતે સરકાર અને મુખ્યમંત્રીની પડખે ઊભા રહેશું એવી ખાતરી આપી હતી. રસીકરણ ચોવીસે કલાક કરવામાં આવે, કોરોના પ્રતિબંધક ઉપાયયોજનાઓ કરવી, બંધીઓનું પાલન ન કરનારને સખત દંડ કરવો, નિયમાવલી તૈયાર કરવી, લોકોનું કામ ચાલુ રહે એ જોવું, જેવી વિવિધ અપેક્ષાઓ ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી હતી.

કોવિડના વધતા સંક્રમણની પાર્શ્વભૂમિ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુખ્ય ઉદ્યોગપતિઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ સાધ્યો હતો. આ બેઠકમાં ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈ, સાર્વજનિક આરોગ્ય મંત્રી રાજેશ ટોપે, મેડિકલ શિક્ષણ મંત્રી અમિત દેશમુખ, રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે, મુખ્યમંત્રીના અપર મુખ્ય સચિવ આશિષકુમાર સિંહ, મુખ્ય સચિવ વિકાસ ખરગે વગેરે સહિત અજય પિરામલ, સજ્જન જિંદાલ, હર્ષ ગોએન્કા, નિખિલ મેસ્વાની, ઉદય કોટક, નિરંજન હિરાનંદાની, આનંદ ગાંધી, સિદ્ધાર્થ જૈન ઉપરાંત અન્ય ઉદ્યોગપતિઓ હાજર હતા.

અનર્થ રોકવો હોય તો અર્થચક્ર બાધિત થાય છે અને અર્થચક્ર ચાલુ રાખીએ તો અનર્થ થાય છે એવી સાણસીમાં આપણે સપડાયા છીએ. આ સંકટમાં મિત્રવત સાથે રહેવું જરૂરી હોય છે. ઉદ્યોગજગતે હંમેશા સરકારને મદદ કરી છે. એ માટે ધન્યવાદ. કેટલાક ઉદ્યોગપતિઓએ તેમના કામદારાનો રસીકરણ માટે જવાબદારી લેવાની તૈયારી દર્શાવી છે. આપણે બધાના રસીકરણનું કામ ઝડપથી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. વડાપ્રધાનને એવી વિનંતી કરી છે.

મહારાષ્ટ્રએ 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોની રસીકરણની માગણી કરી હતી. હવે તમારી રાજ્યના તમામ નાગરિકોના રસીકરણની માગણી વડાપ્રધાન સુધી પહોંચાડીએ અને તેમની પાસે રસીના વધુ ડોઝની માગણી કરશું એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ચોવીસ કલાક રસીકરણની તૈયારી
ખૂબ ઝડપથી વધતા સંક્રમણને રોકવાની અગ્રક્રમે જરૂર છે. રસીકરણના કારણે ઘાતકતા ઓછી થાય છે. રાજ્યની ચોવીસે કલાક રસીકરણની તૈયારી છે. જ્યાં 20 બેડ છે એવા આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણની પરવાનગી લેવામાં આવી છે. રસીકરણ કરતા રસીની સુરક્ષિતતા મહત્ત્વની છે. તેથી ડોકટરોની દેખરેખ હેઠળ રસીકરણને મહત્ત્વ આપ્યું એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

સખત પ્રતિબંધોની જરૂર
સરકાર લોકડાઉનની તરફેણમાં નથી. ઈંડસ્ટ્રીઓ ચાલુ રહેવી જોઈએ પણ એ ચાલુ રાખતા કઠોર નિયમો લાગુ કરવા જરૂરી છે એમ જણાવતા મુખ્યમંત્રીએ કામદારોને માસ્ક પહેરવાનું ફરજિયાત કરવું, સમયે સમયે તેમની કોરોના ટેસ્ટ કરવાની હાકલ ઉદ્યોગપતિઓને કરી હતી. ઉદ્યોગપતિઓનું એક ગ્રુપ બનાવવાની સૂચના તેમણે મુખ્ય સચિવને આપી હતી. ઉદ્યોગપતિઓની અપેક્ષાઓ અને માગણીઓ સમજીને સમયાંતરે તેમની સાથે સંવાદ સાધવામાં આવે એમ તેમણે જણાવ્યું હતું.

પરિસ્થિતિ હાથ બહાર નીકળી જાય એ પહેલાં
ઓક્સિજન અને વેન્ટિલેટર્સના ઉત્પાદન માટે આગળ આવતા ઉદ્યોગપતિઓનો આભાર માનીને ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈએ જણાવ્યું કે સંક્રમણ એટલા ઝડપથી વધી રહ્યું છે કે આગામી થોડા દિવસોમાં આપણે આરોગ્ય સુવિધાઓ ઊભી કરવા છતાં ડોકટરો, નિષ્ણાતો, આરોગ્ય કર્મચારીઓની અછત વર્તાશે. ગયા વખતે આપણે કેરળથી ડોકટરો બોલાવ્યા હતા. પણ આ સમયે અનેક રાજ્યોમાં કોરોનાનો ફેલાવો હોવાથી ત્યાંથી મદદ મળવાની શક્યતા ઓછી છે. આવા સમયે પરિસ્થિતિ હાથ બહાર નીકળી જાય એ પહેલાં કઠોર પ્રતિબંધો મૂકવા જરૂરી છે.

કોર્પોરેટ કંપનીઓની હોસ્પિટલો
જે કોર્પોરેટ કંપનીઓની હોસ્પિટલો છે તે આગળ આવીને રસીકરણની તૈયારી દર્શાવશે તો તેમને રસીકરણની પરવાનગી આપવા બાબતે કેન્દ્ર સરકારની મંજૂરી લેશું એમ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું. મુખ્ય સચિવ કુંટેએ દુર્ગમ ગ્રામીણ ભાગોમાં લિક્વિડ ઓક્સિજનનો પુરવઠો કરવાની દષ્ટિએ એના પરિવહન માટે સહયોગ આપવાની હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો