તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દેશમુખની CBI તપાસ સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિશિષ્ટ પ્રકરણમાં CBI તપાસ કરવી હોય તો રાજ્યની પૂર્વપરવાનગી જરૂરી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામા પછી હવે આ પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. ખુદ અનિલ દેશમુખ સાથે રાજ્ય સરકારે પણ આ પ્રકરણે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. મુંબઈ હાઈ કોર્ટે સીબીઆઈને અનિલ દેશમુખની પ્રાથમિક તપાસ કરવાના આદેશ સોમવારે આપ્યા હતા. તેનો વિરોધ કરતી અરજી રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી છે. આ જ રીતે વહેલામાં વહેલી તકે આ પ્રકરણની સુનાવણી લેવી એવી પણ માગણી સરકાર દ્વારા કરવામાં આવી છે. આ સાથે પરમવીર સિંહે મુખ્ય મંત્રીને મોકલેલા પત્રમાં દેશમ પર વ્યક્તિગત આરોપ કરવામાં આવ્યા હતા તેની વિરુદ્ધ પણ દેશમુખે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

પરમવીર સિંહે પત્રમાં કરેલા આરોપની તપાસ કરવાનો આદેશ મુંબઈ હાઈ કોર્ટે સીબીઆઈને આપ્યો છે. એડવોકેટ જયશ્રી પાટીલની અરજી પર આ આદેશ આપતાં હાઈ કોર્ટે 15 દિવસમાં તપાસનો અહેવાલ સુપરત કરવા માટે જણાવ્યું છે.

જોકે રાજ્ય સરકારે સુશાંતસિંહ રાજપૂત પ્રકરણ સીબીઆઈના હાથમાં ગયા પછી એવો નિર્ણય લીધો હતો કે રાજ્યમાંનાં વિશિષ્ટ પ્રકરણોમાં સીબીઆઈ તપાસ કરવાની હોય તો તે માટે રાજ્ય સરકારની પૂર્વપરવાનગીની આવશ્યકતા છે. આથી દેશમુખના પ્રકરણમાં સીબીઆઈ સીધી તપાસ નહીં કરી શકે.દેશમુખે પણ પરમવીરના આરોપ વિરુદ્ધ અરજી કરી છે. દેશમુખ પર વ્યક્તિગત આરોપ કરવામાં આવ્યા હોવાથી તેમણે સ્વતંત્ર અરજી કરી છે.

આ પ્રકરણ ખરેખર શું છે
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ગંભીર આરોપ કર્યા છે. મુખ્ય મંત્રીને મોકલેલા પત્રમાં પરમવીરે દેશમુખે મુંબઈના પબ, બાર, રેસ્ટોરાંમાંથી મહિને રૂ. 100 કરોડની વસૂલીનું ટાર્ગેટ સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝે અને અન્ય એક એસીપીને આપ્યું હોવાનો આરોપ કર્યો છે. આ આરોપ પછી રાજ્યમાં વિરોધી પક્ષે દેશમુખના રાજીનામાની માગણી કરી હતી. તે સમયે શરદ પવારથી લઈને સત્તાધારી પક્ષના બધાએ દેશમુખની તરફેણ કરી હતી. આખરે મુંબઈ હાઈ કોર્ટના આદેશ પછી દેશમુખે રાજીનામું આપી દેવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો