સરકારની મંજૂરી:મેનગ્રોવ્ઝના રક્ષણ માટે નિર્મિત ક્ષેત્રને રાજ્ય સરકારની મંજૂરી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ક્ષેત્ર પર નિયોજન કરવા માટે અધિકારીઓની નિયુક્તી કરાશે

મુંબઈ મહાપાલિકા, થાણે, નવી મુંબઈ, મિરા-ભાઈંદર મહાપાલિકા ક્ષેત્રના મેનગ્રોવ્ઝ ક્ષેત્ર સંરક્ષણની દષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોવાથી એનું વ્યવસ્થાપન, સંરક્ષણ અને સંવર્ધન માટે મેનગ્રોવ્ઝ કક્ષની નિર્મિતી કરવામાં આવી છે. મેનગ્રોવ્ઝના સંરક્ષણ માટે કાર્યરત મેનગ્રોવ્ઝ કક્ષના ક્ષેત્રોની સુનિયોજીત અને સ્પષ્ટ રચના ન હોવાથી મેનગ્રોવ્ઝના રક્ષણ માટે કાર્યપદ્ધતિમાં અનેક અડચણ આવતી હતી. એ દૂર કરવા માટે રાજ્યના મહેસૂલ અને વન વિભાગે મુંબઈ મેનગ્રોવ્ઝ કક્ષના 5 વનપરિક્ષેત્ર, 11 પરિમંડળ અને 27 નિયત ક્ષેત્ર જેવી નિર્મિતી કરી છે જેને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

ઉપરાંત આ તમામ ક્ષેત્ર પર નિયોજન કરવા માટે 5 વન પરિક્ષેત્ર અધિકારી, 11 વનપાલ, 27 વનરક્ષક અને 6 વિશેષ વનરક્ષક નિયુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગર પ્રદેશના મેનગ્રોવ્ઝના જંગલે શહેરને મહાપુરના જોખમથી બચાવ્યું હોવાથી 2005માં હાઈકોર્ટના નિર્દેશ અનુસાર આ જંગલોમાંથી સરકારી જમીન પરના જંગલને સંરક્ષિત વન અને ખાનગી જગ્યા પરના મેનગ્રોવ્ઝના વન દરજજો આપ્યો.

8445 હેકટર મેનગ્રોવ્ઝ ક્ષેત્ર
મેનગ્રોવ્ઝ કક્ષના મુખ્ય કેન્દ્ર અને વનપરિક્ષેત્રમાં થાણે ખાડી ફ્લેમિંગો અભયારણ્યના 2 હજાર 772 હેકટર ક્ષેત્રનો સમાવેશ છે. એમાં ઐરોલી, થાણે ખાડી ફ્લોમિંગો અભયારણ્ય અને વિક્રોલી પરિમંડળનો સમાવેશ છે. પશ્ચિમ મુંબઈ વનક્ષેત્ર 1 હજાર 524 હેકટર ક્ષેત્રમાં ફેલાયેલ હોવાથી એમાં બોરીવલી અને ગોરાઈ એમ બે પરિમંડળની રચના કરવામાં આવી છે.

નવી મુંબઈ વન પરિક્ષેત્રમાં 1 હજાર 285 હેકટર મેનગ્રોવ્ઝ છે. ઘનસોલી અને વાશી એમ બે પરિમંડળમાં એનું વિભાજન કરવામાં આવ્યું છે. થાણે (મેનગ્રોવ્ઝ) વનપરિક્ષેત્રમાં 1 હજાર 989 હેકટર મેનગ્રોવ્ઝ ક્ષેત્ર છે. આ રીતે મુંબઈ મેનગ્રોવ્ઝ કક્ષના અખ્તાયર હેઠળ 8 હજાર 445 હેકટર વનક્ષેત્ર આવ્યું છે. દરેક વિભાગમાં એક વન પરિક્ષેત્ર અધિકારી, સરેરાશ 2 વનપાલ, 5 વનરક્ષક અને 1 વિશેષ સેવા વનરક્ષકની નિયુક્તી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...