તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:પ્લાસ્ટિકની થેલીઓના કારખાના શરૂ થતા ખાદ્યતેલની સમસ્યા હલ

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પેકિંગની થેલીઓના કારખાના બંધ હોવાથી તેલ બંદરો પર પડી રહ્યું હતું

ખાદ્યતેલ માટે જરૂરી પ્લાસ્ટિક પેકિંગના કારખાના આખરે શરૂ થયા છે. તેથી ખાદ્યતેલના પુરવઠાની સમસ્યા હવે ઉકેલાઈ છે.  ભારતની કુલ જરૂરિયાતમાંથી ૮૦ ટકા ખાદ્યતેલ આયાત કરવામાં આવે છે. આ તેલ વિદેશથી મુખ્યત્ત્વે મુંબઈના બંદરો પર આવે છે. એ પછી ખાદ્યતેલની કંપનીઓ એને પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને વેચે છે. જોકે ખૂબ ઓછી કંપનીઓ પોતાની થેલીઓ તૈયાર કરે છે. અન્ય કંપનીઓ નાનામોટા કારખાનાઓ પાસેથી પેકિંગની થેલીઓ ખરીદે છે. આ કારખાનાઓ જ બંધ થયા હોવાથી ખાદ્યતેલ બંદરો પર પડી રહ્યું હતું. પરિણામે મેના અંત સુધી તેલનો પુરવઠો બંધ રહેશે એવી સ્થિતિ હતી પણ હવે પુરવઠો ફરીથી ચાલુ થયો છે. 
પેકિંગની થેલીઓ ઉપલબ્ધ ન હોવાથી તેલનો ભરપુર સ્ટોકનો પુરવઠો સંકટમાં આવ્યો
આ બાબતે અખિલ ભારતીય ખાદ્યતેલ મહાસંઘના અધ્યક્ષ શંકરભાઈ ઠક્કરે જણાવ્યું કે સરકારે આખરે  જિલ્લાધિકારીઓને આ કારખાનાઓ બાબતે નિર્ણય લેવાના અધિકાર આપ્યા છે. તેથી થાણે, રાયગડ અને પુણે જિલ્લામાં મોટી સંખ્યામાં આવેલા આ કારખાનાઓ હવે શરૂ થયા છે. તેથી ખાદ્યતેલનો પુરવઠો ચાલુ થઈ શકશે. તેલની પેકિંગની થેલીઓ ઉપલબ્ધ ન હોવાથી તેલનો ભરપુર સ્ટોકનો પુરવઠો સંકટમાં આવ્યો હતો. પણ સરકારે પેકિંગ સામગ્રીનો સમાવેશ અત્યાવશ્યક શ્રેણીમાં કર્યો હોવાથી છૂટક બજાર માટે ભરપુર ખાદ્યતેલનો પુરવઠો થઈ શકશે. આયાત થયેલ અને દેશ અંતર્ગત એમ બંને મળીને દેશમાં ખાદ્યતેલ મબલખ પ્રમાણમાં હોવાથી ગ્રાહકોએ ચિંતા કરવી નહીં એવી હાકલ ખાદ્યતેલ મહાસંઘે કરી છે. 

તેલના દર સ્થિર
મુંબઈની બજારમાં ૭૦ ટકા માગ પામતેલની હોય છે. હવે હોટેલો, રેસ્ટોરંટ્સ અને રસ્તા પરના સ્ટોલ બંધ હોવાથી પામતેલની માગ ૪૦ ટકા ઓછી થઈ છે. પણ ૮૦ ટકા નાગરિકો લોકડાઉનને કારણે ઘરે છે પરિણામે ઘરગથ્થુ વપરાશના સોયાબીન અને સૂરજમુખીના તેલની માગ વધી છે. આ બંને તેલના દર છૂટક બજારમાં ૧૦૦ રૂપિયે લીટર પર સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો