તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની સંભાવના:ત્રીજી લહેર માટે વોર્ડમાંના કોવિડ વોર-રૂમને સક્ષમ બનાવવાનું શરૂ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક વોર્ડમાં કોવિડ-19 વોર-રૂમ શરૂ કરનાર મુંબઈ સૌપ્રથમ શહેર

કોરોનાની બે લહેરમાં મુંબઈના દરેક વોર્ડમાં કોવિડ-19 વોર-રૂમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી. આથી હવે ત્રીજી લહેરની સંભાવના હોવાથી વોર-રૂમને વધુ સક્ષમ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં દરેક વોર-રૂમનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે, જે પછી તેને વધુ સક્ષમ કરવા માટે રણનીતિ ઘડી કાઢવામાં આવશે.

માર્ચ 2020માં કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે 1916 નંબરની એક જ સેન્ટ્રલાઈઝ્ડ હેલ્પલાઈન હતી. દરમિયાન જૂન સુધી શહેરમાં દર્દીની સંખ્યા વધવાથી સેન્ટ્રલાઈઝ્ડ હેલ્પલાઈન નંબર પર તાણ વધ્યો હતો. આ પછી મહાપાલિકા કમિશનર આઈ એસ ચહલે વોર્ડ વોર-રૂમ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આથી દરેક વોર્ડમાં વોર-રૂમ સ્થાપવામાં આવ્યો, જેનો ઉપયોગ દર્દીને દાખલ કરી લેવાની પ્રક્રિયામાં સગવડદાયી ઠર્યો હતો.

કોવિડ-19ના દર્દીઓ પર સમયસર ઉપચાર કરવા અને તેના દ્વારા મૃત્યુનું પ્રમાણ નિયંત્રિત કરવામાં મદદ કરનાર વોર્ડ દીઠ વોર-રૂમ શરૂ કરનાર મુંબઈ પ્રથમ શહેર છે. આથી જો ત્રીજી લહેરનો સામનો કરવો પડે તો આપત્તિ વ્યવસ્થાપન યંત્રણાને મજબૂત કરવા માર્ગદર્શિત કરનારો અભ્યાસ કરવાનો નિર્ણય લેવાયો છે એવી માહિતી પશ્ચિમી ઉપનગરના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ આપી હતી.

દરેક વોર-રૂમ 24 બાય 7 ચલાવવામાં આવે છે. તેમાં શિક્ષક અને ડેટા એન્ટ્રી કર્મચારી ત્રણ શિફ્ટમાં કામ કરે છે. સવારે 7.30થી બપોરે 3, બપોરે 3થી રાત્રે 11 અને રાત્રે 11થી સવારે 7 સુધી કામ ચાલુ હોય છે. દરેક શિફ્ટમાં લગભગ 15-16 લોકો કામ કરે છે. વોર્ડ દીઠ આ સંખ્યા અલગ હોઈ શકે છે.

24 વોર-રૂમમાં 80,000 લોકોનો સંપર્ક
એપ્રિલમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી હતી ત્યારે 24 વોર્ડના વોર-રૂમમાં 80,000થી વધુ લોકોએ સંપર્ક કર્યો હતો. તેમાં બેડ્સ, એમ્બ્યુલન્સ અને ઉપચાર પ્રક્રિયા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વોર-રૂમમાં એપ્રિલની તુલનામાં કોલની સંખ્યા મોટે પાયે ઓછી થઈ છે. હોસ્પિટલોમાં 80 ટકા બેડ ખાલી હોવાથી હવે અમને લગભગ 100 કોલ આવે છે. એપ્રિલમાં 500થી વધુ કોલ્સ આવતા હતા, એમ જી સાઉથ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...