તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:સ્થાયી સમિતિ - શિક્ષણ સમિતિના અધ્યક્ષપદમાં ભાજપને પછડાટ

મુંબઈ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિવસેનાએ બંને સમિતિઓ નોંધપાત્ર મતો સાથે જીતી લીધી

મહાપાલિકામાં સ્થાયી સમિતિના અધ્યક્ષપદે યશવંત જાધવ અને શિક્ષણ સમિતિનાં અધ્યક્ષપદે સંધ્યા દોશીએ બાજી મારી હતી. 2021-22 વર્ષ માટે સોમવારે થયેલી આ ચૂંટણીમાં જાધવે 14 મત મેળવીને ચોથી વાર જીત્યા હતા, જ્યારે તેમનાં હરીફ ઉમેદવાર ભાજપનાં રાજશ્રી રાજેશ શિરવડકરને 8 મત મળ્યા હતા.

સ્થાયી સમિતિમાં કુલ 27 સભ્યમાંથી 22એ મતદાનમાં ભાગ લીધો હતો. 3 સભ્ય તટસ્થ રહ્યા હતા. એક સભ્ય ગેરહાજર હતો. કોંગ્રેસના આસીફ ઝકરિયાએ અરજી પાછળ લેવાની મુદતમાં ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ પૂર્વે શિક્ષણ સમિતિનાં અધ્યક્ષપદે શિવસેનાનાં સંધ્યા વિપુલ દોશીએ 13 મત મેળવ્યા હતા, જ્યારે ભાજપના પંકજ યાદવને 9 મત મળ્યા હતા. 4 સભ્ય તટસ્થ રહ્યા હતા. કોંગ્રેસના આશા સુરેશ કોપરકરે અરજી પાછળ ખેંચવાની મુદતમાં ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. બંને ચૂંટણીના પીઠાસીન અધિકારી તરીકે મેયર કિશોરી પેડણેકરે કામકાજ સંભાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો