તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માલમત્તાના ખરીદી અને વેચાણના વ્યવહારને ઉત્તેજન મળે એ માટે સ્ટેમ્પ ડ્યુટીમાં આપવામાં આવેલી સવલત 31 ડિસમ્બર સુધી જ રહેશે. નવા વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીમાં 1 ટકાનો વધારો થશે એમ મહેસૂલ વિભાગે સ્પષ્ટ કર્યું હતું. કોરોનાને લીધે લાગુ લોકડાઉનને કારણે આર્થિક વ્યવહારમાં થયેલો ઘટાડો દૂર થાય અને વ્યવહારો વધે એ માટે રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં સવલત આપવાનો નિર્ણય લીધો હતો. એ અનુસાર અત્યારે મુંબઈમાં સ્ટેમ્પ ડ્યુટીમાં 3 ટકાની સવલત હોવાથી 5 ના બદલે 2 ટકા છે. રાજ્યના બાકીના ભાગમાં સ્ટેમ્પ ડ્યુટીમાં 2 ટકા સવલત હોવાથી એ 3 ટકા લેવામાં આવી રહી છે. સ્ટેમ્પ ડ્યુટીની સવલત યોજનાના આ દર 31 ડિસેમ્બર સુધી છે. 1 જાન્યુઆરી 2021થી હાલના સ્ટેમ્પ ડ્યુટીના દરમાં 1 ટકાનો વધારો થશે. આ સવલત લેવા માટે લોકોએ ઘર અને અન્ય માલમત્તાના ખરીદી વ્યવહાર પૂરા કરવાની શરૂઆત કરી હોવાથી મુંબઈમાં સ્ટેમ્પ ડ્યુટી કાર્યાલયોમાં ગિરદી થઈ રહી છે. લોકોનો આ પ્રતિસાદ જોતા 31 ડિસેમ્બર સુધીની સવલતની મુદત 31 માર્ચ સુધી વધારવામાં આવશે કે એ બાબતે ચર્ચા ચાલુ હતી. આ સવલતની મુદત વધારી આપવામાં આવે એવી માગણી ડેવલપરો તરફથી થઈ રહી હતી. સ્ટેમ્પ ડ્યુટીમાં સવલતના દરમાં 31 ડિસેમ્બર પછી વધારો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ યોજનાને સરસ પ્રતિસાદ મળ્યો છે. તેથી જ 25 થી 27 ડિસેમ્બર સુધી રજાના દિવસોમાં પણ સ્ટેમ્પ ડ્યુટી કાર્યાલયો ચાલુ રાખવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.