નોકરીની બજારના નિષ્ણાતોનું કહેવું છે કે બ્લુ- કોલર કામગારોની ઓછપ ટૂંક સમયમાં જ વિવિધ ક્ષેત્રો માટે મોટો પડકાર બની શકે છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે અને ત્રીજી લહેર શરૂ થઈ છે, જેને લઈ આ વિપરીત અસર વર્તાવા લાગી છે. રાજ્યમાં લાદવામાં આવેલાં નિયંત્રણોને લીધે વિવિધ ઉદ્યોગોને કર્મચારીઓની ઓછપનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટાફિંગ રિસોર્સ ફર્મ ટીમલીઝ સર્વિસીસના સર્વેક્ષણ અનુસાર ૨૧ ક્ષેત્રમાં આશરે ૮૫૦ કંપનીમાંથી અડધોઅડધ કંપનીઓએ આગામી ત્રણ મહિનામાં બ્લુ- કોલર મેનપાવર નિયુક્ત કરવાની યોજના બનાવી છે.
અનેક ક્ષેત્રો, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, બાંધકામ, રિયલ એસ્ટેટ, આરોગ્ય સેવા અને ફાર્માસ્યુટિકલ્સને કામગારોની ઓછપનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમલીઝ અને ઈન્ડસ્ટ્રીના અંદાજ અનુસાર તાજેતરના ઉદ્યોગોમાં કામગારોની ઓછપ ૧૫થી ૨૫ ટકા સુધી છે. કોવિડની નવી લહેર દેશમાં ફેલાવાથી આગામી થોડા મહિનામાં આ ઓછપ વધી શકે છે.
કામગાર એકત્રીકરણ મોટો પડકાર : ટીમલીઝ સર્વિસીસના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ અમિત વડેરાએ જણાવ્યું કે આગામી થોડા મહિનાઓમાં મજૂરોને ભેગા કરવાનું કામ બહુ પડકારજનક કામ બની શકે છે. સ્થળાંતરિત મજૂર પહેલા જ તેમનાં ઘરે પાછા જવાની તૈયારીમાં બેઠા છે. કેટલાક તો નીકળી ગયા છે. મોટાં શહેરોમાં તેજ ગતિથી ફેલાતા ચેપનું સંકટ વધુ ઘેરું બની શકે છે.
નિયંત્રણોને લીધે મામલો બગડી શકે : વડેરાએ જણાવ્યું કે ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ (એફએમસીજી), ઈ-કોમર્સ અને લોજિસ્ટિક્સ જેવાં ક્ષેત્રોમાં પણ જ્યાં કામગાર પુરવઠો માગણી કરતાં ઓછો છે તેમાં વળી સંક્રમણની સંખ્યા અને આંતરરાજ્ય નિયંત્રણોને લીધે મામલો વધુ બગડી શકે છે.
અનેક કંપનીઓ ઉપાય શોધી રહી છે
શુક્લાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિકલ્પ (મજૂર) દીર્ઘકાળમાં પ્રભાવશાળી ઠરચા નથી તે પણ અમે અમારા જૂથમાં જોયું છે. થર્મેક્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ફોર્બસ માર્શલ સહિત અનેક કંપનીઓમાં કામગાર ટકી રહે તે માટે વેતન, આરોગ્ય કવરેજ અને રોજગાર વીમો, હાજરી ભથ્થું (રોજ આવવા- જવા પગાર ઉપરાંત વધારાની રોકડ રકમ), મોબિલાઈઝેશન ખર્ચ, મજૂરી સાથે ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહનો જોડવાની નવી યોજનાઓ શરૂ કરી છે.
કંપનીઓ સારી તૈયારી કરી રહી છે
મહિંદ્રા સમૂહના મુખ્ય અર્થશાસ્ત્રી સચ્ચિદાનંદ શુક્લાએ જણાવ્યું હતું કે અમે આ વખતે સરકાર, વ્યવસાય અને વ્યક્તિને નાતે સારી તૈયારી કરી છે અને સક્ષમ છીએ. જોકે અર્થવ્યવસ્થા અને લોકસંખ્યાનો આકાર જોતાં હજારો ક્ષેત્રો પર ખાસ કરીને ઈન્ફોર્મલ સેક્ટરમાં હજુ પણ થોડો સમય પ્રભાવ રહેશે. ઉપરાંત શહેરોમાં જે રીતે આધાર અને નોકરીઓ ઉપલબ્ધ છે તે અંતરિયાળ વિસ્તારોમાં મળતી નથી અને તેને લીધે કામગારો શહેર તરફ પાછા આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.