હડતાળ:એસટીની હડતાળની ગૂંચ યથાવત પ્રવાસીઓ પરેશાન, માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

આર્થિક ભીંસમાં આવેલા એસટી મહામંડળને રાજ્ય સરકારમાં વિલીન કરીને તેના જેવા જ લાભો કર્મચારીઓને મળે એવી માગણી સાથે છેલ્લા 15 દિવસથી એસટી કર્મચારીઓએ પાડેલી હડતાળ પૂરી થવાનું નામ લેતી નથી. આને કારણે રાજ્યભરના લાખ્ખો પ્રવાસીઓ પરેશાન છે.અમારી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી આ હડતાળ ચાલુ જ રખાશે, એમ સોમવારે કર્મચારીઓના સંગઠન દ્વારા હાઈ કોર્ટને જણાવવામાં આવ્યું હતું. સોમવારે હાઈ કોર્ટમાં આ મામલા પર ફરીથી સુનાવણી થઈ હતી. બંને બાજુથી જોરદાર દલીલો કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર કોર્ટે આપેલા નિર્દેશોનું પાલન કરી રહી છે. આ મુજબ વિલીકરણના પ્રશ્ન પર વિચાર કરવા એક સમિતિ નીમવામાં આવી છે. જોકે તે છતાં કર્મચારીઓએ હડતાળ ચાલુ જ રાખી હોવાનું મહામંડળ વતી સોમવારે કોર્ટને જણાવવામાં આવ્યું હતું.મહામંડળની દલીલો ફગાવતાં કામગાર સંગઠને રાજ્ય સરકારની સમિતિ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સમિતિ વિશ્વાસપાત્ર નહીં હોઈ તે મંત્રીઓનું જ સાંભળે છે એવી ભાવના છે.

ઉપરાંત જેમની પર ગંભીર આરોપ થયા છે તે રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે આ સમિતિમાં નહીં જોઈએ, એવી ભૂમિકા સંગઠને લીધી છે. બંને બાજુની દલીલો સાંભળ્યા પછી કોર્ટે આ પ્રકરણે વચગાળાનો આદેશ આપીને આગામી સુનાવણી 22 નવેમ્બરે રાખી છે.હડતાળમાં ભાગ લેનારાં સંગઠનોએ મંગળવારે થનારી સમિતિની બેઠકમાં પોતાનો લેખિત જવાબ રજૂ કરવો.

અન્ય સમાચારો પણ છે...