તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મહિલા ડોક્ટરના બેડરૂમમાં સ્પાય કેમેરાઃ ન્યુરોલોજિસ્ટની ધરપકડ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દેશભર અને વિશ્વભરમાં મહામારી દરમિયાન ડોક્ટરો સહિત ફ્રેન્ટલાઈન કર્મચારીઓએ આપેલી સેવા બદલ સરાહના કરવામાં આવી રહી છે ત્યારે અમુક ડોક્ટરો કલંકિત કરનારી હરકતો કરી રહ્યા છે. પુણેમાં એક તાલીમાર્થી મહિલા નિવાસ ડોક્ટરના ઘરના બાથરૂમ અને બેડરૂમમાં સ્પાય કેમેરા ગોઠવવા માટે પોલીસે 42 વર્ષીય ન્યુરોલોજિસ્ટની ધરપકડ કરી છે.

આરોપી ડોક્ટર પુણે સ્થિત મેડિકલ કોલેજમાં ન્યુરોલોજિસ્ટ લેક્ચરર છે, એમ ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ જગન્નાથ કળસકરે મંગળવારે જણાવ્યું હતું.ગયા સપ્તાહમાં તાલીમાર્થી ડોક્ટરે તેના બાથરૂમનો બલ્બ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે બગડી ગયો હોવાથી તેચાલુ થતો નહોતો. આથી તેણે ઈલેક્ટ્રિશિયનને બલ્બ બદલવા માટે બોલાવ્યો હતો. બલ્બ તપાસ કરતી વખતે તેમાં સ્પાય કેમેરા ગોઠવવામાં આવેલો હોવાનું જણાયું હતું. આ પછી ડોક્ટરે બેડરૂમમાં તપાસ કરતાં ત્યાં પણ સ્પાય કેમેરા ગોઠવેલો હોવાનું જણાયું હતું.આથી આ સંબંધે ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન એમડી ન્યુરોલોજિસ્ટ પર શંકા ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...