તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવસેના અને વિરોધીઓને પડકાર:થૂંક ઉન્હીં કે ચેહરે પર ગિરેગા, કરારા જવાબ મિલેગાઃ નિતેશ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજનીતિ ફિલ્મનો ડાયલોગ શેર શિવસેના અને વિરોધીઓને પડકાર

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ભાષા કર્યા પછી મહારાષ્ટના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. ખાસ કરીને આ સંઘર્ષ હવે રાણે વિરુદ્ધ શિવસેના એવો થઈ ગયેલો જોવા મળે છે. રાણેને મંગળવારે મોડી રાત્રે ચિપલૂણમાં મહાડની મેજિસ્ટ્રેટ કોર્ટે ચાર શરતો સાથે જામીન આપ્યા હતા. આ પછી રાણેના પુત્ર અને ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ રાજનીતિ ફિલ્મનો ડાયલોગ શેર કરીને શિવસેનાઅને વિરોધીઓને અપ્રત્યક્ષ પડકાર્યા છે.

ફિલ્મમાં મનોજ વાજપેયીનો ડાયલોગ નિતેશે ટ્વીટ કર્યો છેઃ મગર આસમાન મેં થૂંકને વાલે કો શાયદ યહ પતા નહીં હૈ, કી પલટ કર થૂક ઉન્હીં કે ચેહરે પર ગિરેગા, કરારા જવાબ મિલેગા... મધરાત્રે 12.47 વાગ્યે નિતેશે આ ડાયલોગટ્વીટ કર્યો. રાણેને જામીન મળી ગયા પછી વહેલી સવારે 4.45 વાગ્યે પરિવાર મુંબઈમાં તેમના જુહુના બંગલો પર પહોંચ્યો હતો.

ધરપકડથી જામીનનો ઘટનાક્રમ
રાણેની ધરપકડ પછી મંગળવારે બપોરે તેમને રત્નાગિરિ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને મહાડ પોલીસને સુપરત કરવામાં આવ્યા હતા. આ પછી રાણેને રાત્રે 8.35 વાગ્યે મહાડ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. રાણે પોતાની કારમાં આવ્યા હતા. તેમની સાથે તેમના પુત્ર નિતેશ, ભાજપ નેતા પ્રસાદ લાડ, પ્રમોદ જઠાર પણ હતા.

અન્ય સમાચારો પણ છે...