તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ડોક્ટરો વિરુદ્ધ ફરિયાદની તપાસ કરવા પોલીસનો વિશેષ વિભાગ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડોકટરો પર હુમલા કરનારા પર હવેથી ઈંડિયન પીનલ કોડ અનુસાર કાર્યવાહી

સારવારમાં બેદરકારી પ્રકરણે ડોકટરો વિરુદ્ધ દર્દી કે એના સગાસંબંધીઓ તરફથી કરવામાં આવતી ફરિયાદ પરથી સીધો ગુનો દાખલ ન કરતા નિષ્ણાતોના સમાવેશવાળો વિશેષ પોલીસ વિભાગ સ્થાપવામાં આવશે. રાજ્યમાં સોલિસીટર જનરલ આશુતોષ કુંભકોણીએ આ બાબતની માહિતી હાઈ કોર્ટમાં આપી હતી.

દવાઓની અછતના કારણે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી. પરિણામે દર્દીના સગાસંબંધીઓ ડોકટર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરે છે. પોલીસ પણ ડોકટરોને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવે છે. ડોકટરોને એના લીધે માનસિક હેરાનગતિ સહન કરવી પડે છે. આ બધાથી ડોકટરોનું સંરક્ષણ કરવા પોલીસનો વિશેષ વિભાગ શરૂ કરવામાં આવશે. ડોકટરો પર હુમલા કરનારા, હોસ્પિટલમાં તોડફોડ કરનારા પર હવેથી ઈંડિયન પીનલ કોડ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એમ સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

કોરોનાના સમયમાં ડોકટરો પર હુમલાઓમાં વધારો થયો હોવાથી હુમલાખોરો પર કાર્યવાહી કરવાની માગણી માટે ડો. રાજીવ જોશીએ એડવોકેટ નિતીન દેશપાંડે મારફત જનહિત અરજી કરી છે. મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠ સમક્ષ આ પ્રકરણે થયેલી સુનાવણી થઈ હતી.

પોલીસના આ વિશેષ વિભાગમાં મેડિકલ નિષ્ણાત તેમ જ મેડિકલ ક્ષેત્રનું જ્ઞાન ધરાવતા આઈપીએસ અધિકારીઓનો સમાવેશ હશે. દર્દીના સગાસંબંધી તરફથી ડોકટર કે હોસ્પિટલ વિરુદ્ધ કરવામાં આવતી મેડિકલ બેદરકારીની ફરિયાદોની આ વિભાગ ચકાસણી કરશે. ફરિયાદમાં તથ્ય જણાશે તો જ આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવશે એમ કુંભકોણીએ જણાવ્યું હતું.

સ્વતંત્ર કાયદો ઘડવો
પશ્ચિમ બંગાળમાં નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ 9 નિષ્ણાતોની સમિતિ નિમવામાં આવી છે. એમાં એમબીબીએસ હોય એવા પોલીસનો સમાવેશ છે. ઉપરાંત ડોકટરોના સંરક્ષણ માટે તેમ જ તેમની સાથે સંબંધિત મુદ્દાઓ માટે ત્યાં વિશેષ કાયદો હોવાનું મુખ્ય જજે નોંધ્યું હતું. તેમ જ મહારાષ્ટ્ર સરકારે પણ આ પાર્શ્વભૂમિ પર નવો કાયદો ઘડવો અથવા અસ્તિત્વમાં છે એ કાયદામાં એ પ્રમાણે સુધારા કરવા એવી સૂચના કોર્ટે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...