તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી પહેલ:આખા રાજ્યમાં કોવિડ ટેસ્ટ માટે ખાસ મોબાઈલ લેબોરેટરીઓ ઉપલબ્ધ થશે

મુંબઈ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ગોરેગાવ, બીકેસી અને વરલી ખાતેના કોવિડ કેન્દ્રમાં સ્પાઈસ હેલ્થની 3 વેન ઉપલબ્ધ થઈ

મુંબઈમાં સ્પાઈસ હેલ્થની કોવિડ ટેસ્ટ મોબાઈલ લેબોરેટરી વેન અને લોકાર્પણ થઈ રહ્યું છે પણ ભવિષ્યમાં આ સુવિધા સંપૂર્ણ રાજ્યમાં ઉપલબ્ધ કરી આપવામાં આવશે એમ જણાવતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સામાન્ય જનતાને પરવડનારા દરમાં કોવિટ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરી આપવા માટે સ્પાઈસ હેલ્થને ધન્યવાદ આપ્યા હતા. એનએબીએલ એક્રિડેટેડ અને આઈસીએમઆરની માન્યતાવાળા સ્પાઈસ હેલ્થની 3 મોબાઈલ લેબોરેટરીઓનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

સ્પાઈસ હેલ્થની 3 વેન થકી મુંબઈમાં દરરોજ અતિરિક્ત 3000 કોરોના ટેસ્ટ કરી શકાશે. એનો અહેવાલ 24 કલાકમાં મળશે અને ફક્ત રૂ. 499માં કોરોના ટેસ્ટ કરવી શક્ય થશે એવી માહિતી કમિશનર ચહલે આપી હતી. ગોરેગાવ, બીકેસી અને એનઆઈસી ડોમ વરલી ખાતેના કોવિડ કેન્દ્રમાં આ 3 મોબાઈલ લેબોરેટરી વેન ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. ગયા વર્ષે કોરોનાનો ફેલાવો ચાલુ હતો ત્યારે પુણે અને મુંબઈમાં કસ્તુરબા ખાતે એમ 2 ઠેકાણે જ કોરોના ટેસ્ટ લેબોરેટરીઓ કાર્યરત હતી. સરકારે થોડા દિવસોમાં આ સંખ્યા 500 કરી. મારું કુટુંબ મારી જવાબદારી ઝુંબેશ થકી કોરોના પોઝિટિવ દર્દીઓને શોધવામાં આવ્યા.

શંકાસ્પદ દર્દીઓની તપાસ કરતા અન્ય બીમારીઓની તપાસ પણ કરવામાં આવી. કોરોના પર હવે રસી ઉપલબ્ધ થઈ છે છતાં વિવિધ દેશોમાં કોરોનાના નવા સ્ટ્રેન મળી રહ્યા છે. એના પર સંશોધન ચાલુ છે. તેથી ાજ પણ કોવિડના દર્દીઓને શોધી એમની સારવાર કરવા પર સરકારનો ભાર છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે છતાં દર્દીઓને શોધવા અને તેમના સંપર્કમાં આવેલાની તપાસ કરવાનું આજે પણ ખૂબ મહત્ત્વ છે. એ પછી જ સારવાર, ક્વોરન્ટાઈન કરવા શક્ય છે. આવા મહત્ત્વના સમયે સામાજિક જવાબદારીથી સ્પાઈસ હેલ્થે આ સુવિધા ઉપલબ્ધ કરી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે, સ્પાઈસ જેટના અધ્યક્ષ તેમ જ વ્યવસ્થાપકીય સંચાલક અજય સિંહ, મુખ્યમંત્રીના અપર મુખ્ય સચિવ આશિષકુમાર સિંહ, મુંબઈ મહાપાલિકાના કમિશન આઈ.એસ.ચહલ, અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણી, સંજય જયસ્વાલ, સ્પાઈસ હેલ્થના ઝુબેર ખાન સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત હતા.

દર્દીઓ શોધવા મોટી ડ્રાઈવ શરૂ કરી શકાશે
સ્પાઈસ હેલ્થે આગળ આવીને પરવડનારા દરમાં કોરોના ટેસ્ટ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરી આપી છે. ઓછા સમયમાં આ ટેસ્ટનો અહેવાલ મળશે. તેથી સામાન્ય લોકોને એનો ફાયદો થશે. મુંબઈમાં 3 ઠેકાણે કોરોના ટેસ્ટ લેબોરેટરીઓના માધ્યમથી કોરોનાના દર્દીઓને શોધવામાં મોટી ડ્રાઈવ શરૂ કરી શકાશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ભવિષ્યમાં અન્ય રોગોનો ટેસ્ટ પણ કરાશે
મોબાઈલ લેબોરેટરી વેનમાં ઉપલબ્ધ સુવિધાઓના આધારે ભવિષ્યમાં એચઆઈવી સહિત અન્ય રોગોની ટેસ્ટ પણ કરી શકાશે એમ સ્પાઈસ હેલ્થના અજય સિંહે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો