વિડિયો વાઈરલ:નવરાત્રિમાં ‘માંસબંધી’ શા માટે પૂછનારો સોનુ નિગમ ટ્રોલ થયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાયક સોનુના વિવાદાસ્પદ વક્તવ્યથી નેટિઝનોમાં બરાબર જામી પડી

ગાયક સોનુ નિગમ કાયમ વિવાદાસ્પદ વક્તવ્યને લીધે ચર્ચામાં હોય છે. હવે તેણે નવરાત્રિમાં માંસબંધી શા માટે એવું પૂછીને નવો વિવાદ છેડ્યો છે, કારણ કે જે વ્યક્તિની માંસની દુકાન હોય છે તે તેમની રોજીનું સાધન હોય છે. તો પછી નવરાત્રિમાં તેણે તેની દુકાન બંધ શા માટે રાખવી જોઈએ, એવો પ્રશ્ન તેમણે કર્યો છે.સોનુની થોડા દિવસ પૂર્વેની એક મુલાકાતનો વિડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે.

તેમાં સોનુ કહે છે કે નવરાત્રિ દરમિયાન માંસબંધી શા માટે? નવરાત્રિ દરમિયાન માંસની દુકાનો બંધ કરવી ખોટું છે. અમુક લોકો માંસ વેચીને પેટ ભરે છે. એ તેમનું કામ છે. તેની પર તેમનું પેટ નભે છે. તેમની દુકાનો તમે બંધ કરી નહીં શકો, એમ સોનુ વિડિયોમાં કહે છે. જય શ્રીરામ બોલવા પર પણ તેણે ટિપ્પણી કરી છે. હું કાંઈ ભક્ત નથી કે તમે કહો છો તેથી હું જય શ્રીરામ કહીશ, એવું તે વિડિયોમાં કહે છે. તેની આ મુલાકાતનો ભાગ વાઈરલ થઈ રહ્યો છે અને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

અઝાન પર પણ બોલ્યો હતો
2017માં મસ્જિદ પરના લાઉડસ્પીકર પર પોકારવામાં આવતી અઝાનનો પણ તેને વિરોધ કર્યો હતો. આ વિવાદ એટલો વકર્યો કે સોનુએ પત્રકાર પરિષદ લઈને સ્પષ્ટીકરણ કરવું પડ્યું હતું. હું ફક્ત સામાજિક મુદ્દા પર બોલ્યો હતો, ધાર્મિક નહીં એમ કહીને તેણે બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. મેં કોઈ પણ ધર્મનો વિરોધ કર્યો નથી. હું ધર્મનિરપેક્ષ છું. મંદિર અને ગુરુદ્વારા સંબંધમાં પણ જ બોલ્યો હતો એમ તેણે તે સમયે જણાવ્યું હતું.

સો. મિડિયામાં વિરોધ
સોનુ નિગમનો વિડિયો વાઈરલ થયા પછી અનેકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. નવરાત્રિમાં માંસબંધી નહીં કરો, હું જય શ્રી રામ કહેવા માટે ભક્ત નથી એવાં વિવિધ વક્તવ્યો પરથી નેટિઝનો તેને સંભળાવી રહ્યા છે. અમુક લોકો સોનુની બાજુથી પણ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

રાધે માંની તુલના...
અઝાન, નવરાત્રિ, જય શ્રીરામ સિવાય સોનુએ રાધે માંના પહેરવેશ પર પણ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. સોનુએ રાધે માંની તુલના કાલી માં સાથે કરી હતી. માતા કાલી પણ ટૂંકાં કપડાં પહેરતી પણ તેની કોઈએ જ પૂછપરછ કરી નહીં એવું વિવાદાસ્પદ વક્તવ્ય કર્યું હતું. સોનુના આ વિધાનનો પણ તીવ્ર વિરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...