તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:માતાની હત્યા કરી અવયવો કાઢી નાખનારા પુત્રને મૃત્યુદંડ, આ આદમખોરી કૃત્ય હોવાની પોલીસને શંકા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

માતાની હત્યા કરીને શરીર ફાડીને તેમાંથી અવયવો કાઢી લેનારા 35 વર્ષના ક્રૂર પુત્રને ગુરુવારે કોલ્હાપુરમાં સ્થાનિક કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. જિલ્લા અને સેશન્સ જજ મહેશ જાધવે આ કેસને દુર્લભમાં દુર્લભ ગણાવ્યો હતો અને 62 વર્ષીય માતાની ક્રૂરતાથી હત્યાકરનારા સુનિલ કુંચીકોર્વેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ફરિયાદ પક્ષ અનુસાર આ આદમખોરી કૃત્ય હોવાની શંકા છે, કારણ કે આરોપી પકડાયો ત્યારે તેણે માતાનાં અવયવો કિચનના પ્લેટફોર્મ પર મૂકીને તેની પર મીઠું, તેલ અને મરચાંની ભૂકી નાખેલી હતી અને તેના મોઢામાં લોહી હતું.

સરકારી વકીલ વિવેક શુક્લાએ જણાવ્યું કે આ ઘટના કોલ્હાપુર શહેરની માકડવાલા વસાહતમાં 28 ઓગસ્ટ, 2017ના રોજ બની હતી. સુનિલને શરાબનું વ્યસન હતું. ઘટનાના દિવસે તેણે શરાબ ખરીદી કરવા માટે માતા પાસેથી પૈસા માગ્યા હતા. માતાએ ઈનકાર કરતાં ધારદાર શસ્ત્રો સાથે તેણે માતાની હત્યા કરી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...