તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:યેરવડા જેલમાંથી છૂટ્યા બાદ જમાઈએ સાસુની હત્યા કરી, માથામાં ટાઈલ્સનો ઘા કરીને જીવ લઈ લીધો

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

યેરવડા જેલમાંથી છૂટ્યા પછી બીજા જ દિવસે પત્નીનું સરનામું નહીં આપતાં જમાઈએ સીધા મુંબઈમાં આવીને સાસુના માથામાં ટાઈલ્સ ઝીંકીને હત્યા કરી નાખી હતી. આરોપીને અગાઉ લૂંટના કેસમાં ત્રણ વર્ષની સજા થઈ હતી. આરોપી અબ્બાસ શેખ ગુનાખોર પ્રવૃત્તિનો છે. તેને લૂંટના એક કેસમાં 3 વર્ષની સજા થઈ હતી. ગયા અઠવાડિયે જ પુણેની યેરવડી જેલમાંથી તે છૂટ્યો હતો. બે દિવસ પછી તે મુંબઈ આવ્યો હતો. પત્ની ક્યાં રહે છે તે જાણવા વિલે પાર્લા પૂર્વમાં રહેતી સાસુ પાસે ગયો હતો. સાસુએ સરનામું આપ્યું નહોતું. બંને વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી.

વાદવિવાદ વધતાં જમાઈએ ગુસ્સામાં ઘરમાં પડેલી ટાઈલ્સ ઊંચકીને સાસુના માથા પર અનેક ઘા ઝીંક્યા હતા. તેમાં તેની સાસુનું મોત થયું હતું. આ પછી નજીકની રેસ્ટોરાંમાં ગયો હતો. ત્યાં માલિક અને મેનેજરને ધાકધમકી આપી હતી. તેમની પાસેથી રૂ. 3000 લીધા હતા અને દારૂની બે બોટલ છીનવી લીધી હતી. આ પછી તે પુણેમાં ભાગી ગયો હતો. પોલીસે આરોપી સામે હત્યા, ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. ગઈકાલે તેની પુણેથી ધરપકડ કરીને ફરીથી જેલમાં ધકેલી દીધો છે.

પુણેમાં પુત્રવધૂએ સાસુને મારી નાખી : દરમિયાન પુણેના પિંપરી ચિંચવડ ખાતે પૂજા મિલિંદ શિંદેને તેની સાસુ બેબી ગૌતમ શિંદે સાથે બનતું નહોતું. આથી તેણે પતિ સાથે મળીને બ્લાઉઝ વડે ગળું દબાવીને બેબીની હત્યા કરી હતી, જે પછી મૃતદેહ ગૂણીમાં ભરી દીધો હતો. ગૂણી પહેલાં અગાશી પર મૂકી હતી. બાદમાં નજીકમાં ઝાડઝાંખરમાં લઈ જઈને ગૂણી ફેંકી દીધી હતી. એક સ્થાનિકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાને આધારે પતિ- પત્નીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...