તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:દીકરો મરી ગયો, દીકરી ગળે ફાંસો ખાય છે, જલદી મુંબઈ આવ: પતિ દ્વારા નાટક

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિના ત્રાસથી પિયર ગયેલી પત્નીને બોલાવવા માટે પતિએ ક્રૂરતાની તમામ સીમા પાર કરી દીધી

શરાબી પતિના ત્રાસથી પત્ની પિયર નીકળી ગઈ અને વારંવાર વિનંતી કરવા છતાં તે પાછી ઘરે આવતી નહોતી તેથી પતિએ ક્રૂરતાની સીમા પાર કરી દીધી. મલાડમાં આરોપી પિતાએ પોતાની દીકરીને ફાંસો આપવાનો પ્રયાસ કર્યો. આ પછી દીકરો મરી ગયો છે અને દીકરી ફાંસો ખાઈ રહી છે. તું જલદી મુંબઈ આવી જા, એવી ધમકી પત્નીને આપી હતી. મુંબઈના મલાડમાં કુરાર વિસ્તારમાં ગઈકાલે આ આંચકાજનક ઘટના બની હતી. આ સંબંધે પોલીસે આરોપી અજય ગૌડની ધરપકડ કરી છે. આ સાથે તેના સકંજામાં બંને બાળકોને છુટકારો કર્યો છે.

અજયનો નશો કરવાનું વ્યસન છે. નશામાં તે પત્ની અને બે સંતાનને માર મારતો હતો. આ ત્રાસથી કંટાળીને તેની પત્ની બે વર્ષ પૂર્વે બંને સંતાનને લઈને ઉત્તર પ્રદેશમાં પોતાના પિયરમાં ચાલી ગઈ હતી. જોકે થોડા દિવસ પૂર્વે અજય તેમને લેવા ગયો હતો. પત્ની નહીં આવતાં 13 વર્ષનો પુત્ર અને 8 વર્ષની પુત્રીને લઈને અજય મુંબઈ પાછો આવી ગયો હતો. આ પછી નશામાં ફરીથી સંતાનોની મારઝૂડ શરૂ કરી હતી.

પુત્રીને આ રીતે ફાંસો આપતો હતો : અજયે પુત્રીને પ્લાસ્ટિકની ડોલ પર ઊભી કરીને તેના ગળે ઓઢણીનો ફાંસો નાખીને પંખા સાથે લટકાવાની મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પુત્રીને પગની નીચેની ડોલ હટાવવા માટે કહેતો હતો. પુત્રીએ ઈનકાર કરતાં પંખો ચાલુ કરવાની ધમકી આપી હતી. પુત્રી ગભરાઈ જતાં તેણે રડારડ કરી મૂકી હતી. તેનો અવાજ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા હતા અને અજયને અટકાવ્યો હતો. આ પછી અજયના ભાઈ સૂચિતે કુરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સંતાનો પર સફેદ ચાદર ઓઢીને ફોટો લીધા
કુરાર પોલીસે બંને સંતાનોનો અજયના કબજામાંથી છુટકારો કર્યો હતો. અજયની ધરપકડ કરવામાં આવી છે. અજયે પુત્રને જમીન પર સુવડાવીને શરીર પર સફેદ ચાદર નાખીને બંને સંતાનના ફોટો લીધા અને પત્નીને મોકલ્યા હતા. આ પછી દીકરો મરી ગયો છે અને દીકરી ગળે ફાંસો ખાઈ રહી છે. તું જલદીથી મુંબઈ આવ એવી ધમકી આપીને પત્નીને મુંબઈ બોલાવતો હતો, એમ સિનિયર પીઆઈ પ્રકાશ બલેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...