રાજકારણ:રાજ્યના અમુક મંત્રીઓ પાસે વસૂલીનું સોફ્ટવેરઃ ફડણવીસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જનતા સાથે બેઈમાની કરી શિવસેના અને ઠાકરે સત્તામાં આવ્યા છે

દશેરા મેળાવડામાં ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ પર જોરદાર ટીકા કરી હતી. આ પછી શનિવારે વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે તેની પર પ્રતિક્રિયા આપી છે. જનતા સાથે બેઈમાની કરીને શિવસેના અને ઠાકરે સત્તામાં આવ્યાં છે. મુખ્ય મંત્રી થવાની તેમની મહત્ત્વાકાંક્ષા હતી અને તે છૂપી રહી નથી, એમ ફડણવીસે જણાવ્યું હતું. આ સાથે મહાવિકાસ આઘાડી સરકારમાં અમુક મંત્રીઓ પાસે વસૂલીનું સોફ્ટવેર છે એવો ગંભીર આરોપ પણ તેમણે કર્યો છે.

ફડણવીસે જણાવ્યું કે આઈટી વિભાગના દરોડામાં જે કાંઈ બહાર આવ્યું છે તે પછી રાજ્યના પ્રમુખ તરીકે તમને ઊંઘ પણ આવવી નહીં જોઈએ. રાજ્યમાં આટલી મોટે પાયે દલાલી ચાલી રહી છે. ખરેખર તો આ દલાલી એટલા સ્તરે પહોંચી છે કે અમુક મંત્રીઓ પાસે વસૂલીનું સોફ્ટવેર તૈયાર કરાયું છે એમ આઈટીના દરોડામાં ધ્યાનમાં આવ્યું છે. આવું મહારાષ્ટ્રમાં થઈ રહ્યું હોવાથી ઈડી, સીબીઆઈ, આઈટી રાજ્યમાં આવવાની જ છે.

મુખ્ય મંત્રીપદે હોવાથી ઠાકરે ભૂલી ગયા કે જનતાએ ભાજપને નકાર્યો નથી. જનતાએ કોંગ્રેસ, રાષ્ટ્રવાદીને નકાર્યા છે. જનતા સાથે બેઈમાની કરીને તમે સત્તામાં આવ્યા છે. જનતા સાથે બેઈમાની કરીને શિવસેના, ઠાકરે સત્તામાં આવ્યા છે. મુખ્ય મંત્રી થવાની તેમની મહત્ત્વાકાંક્ષી હતી. મુખ્ય મંત્રીપદની મહત્ત્વાકાંક્ષા છુપાઈને રહી નથી. મુખ્ય મંત્રીપદની મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ. અમને દોષ નહીં આપો, એમ ફડણવીસે જણાવ્યું હતું.

દશેરા મેળાવડામાં કોઈ વિચાર નહોતું, કોઈ સોનું નહોતું. ઊલટું ફક્ત મુખ્ય મંત્રીનું ફ્રસ્ટ્રેશન તેમના મોઢેથી સંભળાતું હતું. અસંગ સાથે સંગ કરવામાં આવે તો આવું જ ફ્રેસ્ટ્રેશન આવશે અને આવાં જ વક્તવ્ય નીકળશે. હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે ભાજપની બદનામી કરવાનો તમે પ્રયાસ કર્યો. તમે સત્તાનો ઉપયોગ કર્યો, પૈસાનો ઉપયોગ કર્યો છતાં નંબર એક પક્ષ ભાજપ જ છે તે ધ્યાનમાં રાખો, એમ ફડણવીસે સંભળાવ્યું હતું.

ઈડી, સીબીઆઈનો ડર કોને હોય : જેમણે કશું કર્યું હોય તેને જ ઈડી, સીબીઆઈનો ડર હોય છે. હું સ્પષ્ટ રીતે કહું છું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એજન્સીઓના ઉપયોગનો વિરોધ કરે છે. તેઓ ક્યારેય એજન્સીઓનો દુરુપયોગ કરતા નથી. એજન્સીઓના કામમાં તેઓ વચ્ચે આવતા નથી અને તેનો ઉપયોગ પણ કરતા નથી. અન્યથા એજન્સીઓનો ઉપયોગ કર્યો હોત તો તમારું અડધું મંત્રીમંડળ જેલમાં બેઠું હોત. જોકે અમે લોકશાહી પર વિશ્વાસ રાખનારા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

કોંગ્રેસે દુરુપયોગ કર્યો હતો
ગત કાર્યકાળમાં કોંગ્રેસ અને તેની જોડેના પક્ષોએ એજન્સીઓનો દુરુપયોગ કર્યો હતો તેવો અમે ક્યારેય કર્યો નથી. અમારા નેતાઓ પણ નહીંકરે. જોકે એક વાત સાફ છે કે ભ્રષ્ટાચારને ઉખેડી નાખ્યા વિના મોદીજી સ્વસ્થ બેસવાના નથી. ભ્રષ્ટાચારી હશે તેમણે ડરવાનું છે અને જેઓ ભ્રષ્ટાચારી નહીં હોય તેમણે ડરવાનું કોઈ કારણ નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...