• Gujarati News
  • Local
  • Mumbai
  • Somaiya Interrogated For 3 Consecutive Hours In INS Vikrant Case, Court Orders Him To Be Present For Four Days

આદેશ:INS વિક્રાંત કેસમાં સોમૈયાની સતત 3 કલાક સુધી પૂછપરછ, કોર્ટના આદેશ અનુસાર તેમને ચાર દિવસ હાજર રહેવાનું છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કિરીટ સોમૈયા - Divya Bhaskar
કિરીટ સોમૈયા

ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયા સોમવારે આઇએનએસ વિક્રાંત ભંડોળના દુરુપયોગના કેસના સંબંધમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઇઓડબ્લ્યુ) સમક્ષ હાજર થયા હતા, જયાં તેમની 3 કલાક પુછપરછ હાથ ધરાઇ હતી.

સોમૈયા સવારે 11.00 વાગ્યે દક્ષિણ મુંબઈમાં પોલીસ કમિશનરની ઓફિસ પહોંચ્યા હતા.અગાઉ ઈઓબ્લ્યુએ તેમને અને તેમના પુત્ર નીલ સોમૈયાને સમન્સ જારી કર્યા હતા, સોમૈયાની ધરપકડ પૂર્વેની જામીન અરજી 11 એપ્રિલે મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. સોમૈયા અને તેમના પુત્ર વિરુદ્ધ ક્રાઉડફંડિંગ દ્વારા એકત્ર કરાયેલા આશરે રૂ. 57 કરોડની કથિત રીતે ગેરરીતિ કરવા બદલ એફઆઇઆર નોંધવામાં આવી હતી.

ભૂતપૂર્વ સૈનિક દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે, ટ્રોમ્બે પોલીસે 7 એપ્રિલના રોજ સોમૈયા પિતા- પુત્ર વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી, જેમાં કથિત રૂપે ક્રાઉડફંડિંગ દ્વારા એકત્ર કરાયેલા રૂ. 57 કરોડનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ હતો. આ ફંડ આઇએનએસ વિક્રાંતને ભંગારવાડે જતા અટકાવવા માટે અને વિક્રાંતને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવા માટે એકઠું કરાયું હતું.હાઈ કોર્ટે 13 એપ્રિલે સોમૈયાને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...