તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:મુંબઈને અવિરત પાણી પુરવઠો મળતો રહે એ માટે સૌર ઉર્જાનો વિકલ્પ શ્રેષ્ઠ

મુંબઇ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીજ કેન્દ્રમાં ખરાબીને લીધે તાજેતરમાં પાણી પુરવઠો લગભગ છ કલાક માટે ખંડિત હતો

મુખ્ય વીજ કેન્દ્રમાં થયેલી ખરાબીને લીધે તાજેતરમાં મુંબઈનો પાણી પુરવઠો લગભગ છ કલાક માટે ખંડિત કરવો પડ્યો હતો. તેથી કેટલાક પરિસરમાં પાણી પુરવઠા પર અસર થઈ હતી. મુંબઈને પાણી પુરવઠો કરતા ભાંડુપ ખાતેના મુખ્ય જળસંચય કેન્દ્રમાં મોટી ક્ષમતાવાળો સૌર ઉર્જા પ્રકલ્પ કાર્યાન્વિત કરવામાં આવશે તો ફરીથી આવી પરિસ્થિતિમાં મુંબઈનો પાણી પુરવઠો ખંડિત નહીં થાય એવો વિશ્વાસ વોટર એન્જિનિયર અજય રાઠોડે વ્યક્ત કર્યો હતો. મુંબઈમાં મુખ્યત્ત્વે ભાતસા અને મધ્ય વૈતરણા ડેમમાંથી લગભગ 140 કિલોમીટર અંતરેથી પાણી પુરવઠો કરવામાં આવે છે. મધ્ય વૈતરણાથી શહાપુર-પિસે પાંજરાપુર થઈને ભાડુંપ કોમ્પ્લેક્સના જળશુદ્ધિકરણ કેન્દ્ર દ્વારા વેરાવલી 3 પ્રકલ્પમાંથી મુંબઈને પાણી પુરવઠો થાય છે.

આ સંપૂર્ણ સમયમાં વીજળી પર ચાલતા મોટા પંપનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે જનરેટરની વ્યવસ્થા પૂરતી નથી. ભાડુંપ કોમ્પ્લેક્સ માટે ટાટા વીજ કંપનીએ બે સ્વતંત્ર યંત્રણા કાર્યાન્વિત કરી છે. છેલ્લા 25 વર્ષોમાં આટલો લાંબો સમય વીજ ખંડિત રહી હોવાની ઘટના ક્યારેય બની નથી. ઉપરાંત અઢી મેગાવોટ ક્ષમતાનો સૌર ઉર્જા પ્રકલ્પ પણ ભાંડુપ કોમ્પ્લેક્સમાં છે. વધુ એક જલવિદ્યુત તરતો સૌર ઉર્જા પ્રકલ્પ પ્રસ્તાવિત છે. તેથી આ તમામ યંત્રણા વીજ પુરવઠો ખંડિત થાય તો પણ કાર્યાન્વિત રહે એ માટે પ્રયત્ન કરવો પડશે રાઠોડે ધ્યાન ખેંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો