તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કાંદિવલી મહાવીરનગરમાં 17 દર્દીઓ મળતાં સોસાયટી સીલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાંદિવલી પશ્ચિમ અને પૂર્વમાં પાંચ ડેલ્ટા પ્લસના કેસ પણ મળી આવ્યા

મુંબઈ મહાપાલિકાના પ્રયાસો પછી પણ શહેરના અમુક ભાગોમાં કોરોનાનો પ્રભાવ હજુ ઓછો થયો નથી. મુંબઈમાં કોરોના સાથે હવે ડેલ્ટા પ્લસના દર્દી પણ વધી રહ્યા હોવાથી ચિંતા વધી છે. મુંબઈના કાંદિવલી વિસ્તારની એક જ ઈમારતમાં કોરોનાના 17 દર્દી મળી આવ્યા છે. કાંદિવલી પશ્ચિમમાં મહાવીરનગર ખાતે વીણા ગીત સંગીત ગંગોત્રી યમુનોત્રી ઈમારતમાં આ દર્દી મળી આવ્યા છે. આથી આ સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. ઉપરાંત મુંબઈ ઉપનગરમાં વધુ પાંચ ડેલ્ટા પ્લસના દર્દી પણ મળી આવ્યા છે.

કાંદિવલીની સોસાયટીમાં મળી આવેલા 17માંથી 10 દર્દી સાજા થયા છે અને સાત હજુ પણ ઉપચાર લઈ રહ્યા છે. તેમાંથી બે હોસ્પિટલમાં છે. કાંદિવલીના રહેવાસીઓ માટે વધુ એક ચિંતાની વાત એ છે કે મહાપાલિકાને પાંચ ડેલ્ટા પ્લસના દર્દી પણ મળી આવ્યા છે. તેમાંથી ચાર પૂર્વ અને એક પશ્ચિમમાં છે. આર સાઉથ વોર્ડનાં આસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેડકરે જણાવ્યું કે શહેરમાં ધીમે ધીમે કેસ વધી રહ્યા છે અને નિષ્ણાતોના મતે આગામી મહિનામાં ત્રીજી લહેર આવી શકે છે.

લોકોએ કોરોનાને હલકામાં નહીં લેવું જોઈએ. તહેવાર હોય તો પણ એકત્ર ભેગા થવાનું ટાળવું જોઈએ. અમે હવે કોન્ટેક્ટ ટ્રેસિંગ પર વધુ કામ કરી રહ્યાં છીએ. પાંચ ડેલ્ટા પ્લસ દર્દી મળી આવ્યા તે ઈમારતોને સીલ કરવામાં આવી છે.

સોસાયટીમાં 125 સભ્યો
વીણા ગીત સંગીત ગંગોત્રી યમુનોત્રી સોસાયટીના એક મેમ્બરે જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં 125 સભ્ય છે અનમે અમે નિયમિત રીતે સ્વચ્છતાની ખાતરી રાખી રહ્યા છીએ. સાતમાંથી બે દર્દી વરિષ્ઠ નાગરિક છે. તેમની તબિયત સુધરી રહી છે. છેલ્લા ચાર દિવસમાં જોકે એકેય નવો દર્દી મળ્યો નથી. અમે 35 સભ્યોની તપાસ કરી અને તેમાં એકેય પોઝિટિવ નીકળ્યો નથી. અમારે ત્યાં ડેલ્ટા પ્લસનો પણ કોઈ દર્દી નથી.

અન્ય સમાચારો પણ છે...