તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈમાં લોકડાઉન હળવો થયા પછી અને લોકલમાં સામાન્ય પ્રવાસીઓને પ્રવાસની છૂટ આપવામાં આવ્યા બાદ ગિરદી વધી રહી છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવાનો ડર ઊભો થયો છે. કે ઈસ્ટ (અંધેરી પૂર્વ, જોગેશ્વરી), ટી વોર્ડ (મુલુંડ), આર સેંટ્રલ (બોરીવલી) અને એમ વેસ્ટ (ટિળકનગર, ચેંબુર) એ 4 વોર્ડમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વોર્ડમાં દરરોજના દર્દીઓની સંખ્યામાં 10 થી 15 ટકા વધારો થતા દેખાય છે. ચેંબુર, ટિળકનગર અને મુલુંડમાં દર્દીઓ વધવાનો દર સૌથી વધુ 0.26 ટકા છે.
98 ટકા દર્દીઓની સંખ્યા વધવાના કેસ ઈમારતોમાંથી આવે છે. નિયમોની સખતાઈથી અમલબજાવણી માટે મુંબઈ મહાપાલિકાએ રહેવાસી ઈમારતોને નોટિસ બજાવી છે. મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી હોવાથી મુંબઈના વિવિધ ભાગોમાં કોરોનાના નિયમોની કઠોર અમલબજાવણી કરવામાં આવશે.
સાર્વજનિક ઠેકાણાઓ, લગ્નના હોલ, બજાર, ગિરદીના ઠેકાણા વગેરે ઠેકાણે કોરોનાના નિયમોની કઠોર અમલબજાવણી કરવામાં આવશે. ઈમારતોમાં બહારથી આવનારા વ્યક્તિઓનું સ્ક્રિનિંગ કરવાની અને ઓછામાં ઓછા લોકોને ઈમારતમાં પ્રવેશ આપવાની સૂચના કરવામાં આવી છે. એમ પશ્ચિમ વોર્ડમાં 550 ઈમારતોને નોટિસ બજાવવામાં આવી છે.
કોરોના આંકડાઓ
મુંબઈમાં અત્યારે કુલ 810 ઈમારતો સીલ કરેલી છે. એમાં ટી વોર્ડ (મુલુંડ)માં સૌથી વધુ 170 ઈમારતો સીલ કરેલી છે. મુંબઈમાં અત્યારે કન્ટેનમેંટ ઝોનની સંખ્યા 76 છે. કે ઈસ્ટ જોગેશ્વરીમાં 334, આર સેંટ્રલ બોરીવલીમાં 402, ટી વોર્ડ મુલુંડમાં 289 અને એમ પશ્ચિમ ટિળકનગર ચેંબુરમાં 172 સક્રિય દર્દીઓ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.