અવસાન:સમાજસેવિકા વૈશાલી ગાલાનું હૃદયરોગથી નિધન

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડના દર્દીઓને દાખલ થવામાં મદદ કરી હતી

અનેક કોવિડના દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં મદદરૂપ થયેલાં અને મહામારી દરમિયાન અનેક ગરીબોને અનાજ- ફૂડ પેકેટ્સ વહેંચનારાં સમાજસેવિકા વૈશાલી પરેશ ગાલાનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ 46 વર્ષનાં હતાં.બાંદરા પૂર્વમાં ટીચર્સ કોલોની, અલિયાવર જંગ માર્ગ, યશવંત કદમ ચાલ ખાતે રહેતા મૂળ કચ્છ ગામ દેવપુરના વતની કચ્છી વિશાલ ઓસવાળ સમાજના પરેશ હંસરાજ ગાલાનાં ધર્મપત્ની વૈશાલીનું ગુરુવારે સાંજે અચાનક હૃદયરોગનો હુમલો ઊપડતાં અવસાન થયું હતું.

તેમના ઓચિંતાં અવસાનથી કુટુંબીઓ અને વિસ્તારના રહેવાસીઓને ઘેરો આઘાત લાગ્યો હતો.વૈશાલી સક્રિય સમાજસેવિકા હતાં. તેઓ મહારાષ્ટ્ર સબ ક્રાઈમ સંસ્થાનાં પ્રમુખ હતાં. મુંબઈ મહિલા કોંગ્રેસનાં તેઓ મહામંત્રી હતાં. છેલ્લાં 25 વર્ષથી તેઓ કોંગ્રેસમાં હતાં. દેશમાં પહેલી લહેરમાં લોકડાઉન શરૂ થયું ત્યારથી તેઓ ગરીબો અને વંચિતોને અનાજ, ફૂડ પેકેટ્સ વહેંચતાં હતાં. બીજી લહેરમાં સેંકડો દર્દીઓને તેમણે બીકેસી જમ્બો સેન્ટર, સાયન, સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિશન અપાવીને તેમનો જીવ બચાવ્યો હતો. દરેક વયજૂથના લોકો રસીકરણ વધુમાં વધુ લોકો કરાવે તે માટે પણ તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...