તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ડોંગરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી કરી માતમનું આયોજન, અનેક સામે ગુનો દાખલ

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પોલીસે લાઠીમાર કરીને ટોળાને વિખેર્યાં

ડોંગરીમાં 114, બનાતવાલા બિલ્ડિંગ, 3જો માળ, રૂમ 27 અને 28, શહીદા માર્ગ ખાતે બુધવારે લોકડાઉનના નિયમોની ઐસીતૈસી કરીને મુસ્લિમ બાંધવો દ્વારા માતમ નામે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 40થી વધુ લોકો ભેગા થઈ ગયા હતા. આ અંગે જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે જઈને લાઠીમાર કરીને ટોળાંને વિખેરી કાઢ્યાં હતાં. સિનિયર પીઆઈ સંદીપ ભાગડીકરે જણાવ્યું હતું કે રૂમ 27ના માલિક નદીમ રઝાક બાટલીવાલા અને રૂમ 28ના માલિક શબ્બીર રિઝવી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોનાનો ફેલાવો રોકવા માટે આવા કાર્યક્રમો પર બંધી લાદવામાં આવી
આયુમ ફાતિમા રિઝવી, શાફડ રિઝવી, આયેશા રિઝવી, મરિયમ બાટલીવાલા, મોહસીન દિઘા, સાદિક આજાની, અબ્બાસ આજાની, હૈદર સૈયદ, અલી શેખ, સરવર શહા, તૌસીફ, આમિન, રઝા, શાહિદ, સલમાન, આરીફ અને અન્ય 22 જણ માતમ કાર્યક્રમ યોજતા હતા, એમ તેમણે જણાવ્યું હતું. આ બધાની સામે વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રૂમ 27ના માલિક નદીમ બાટલીવાલાને ખુલાસો કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન દરમિયાન સરકારી અને ખાનગી સહિત કોઈ પણ ધાર્મિક સમારંભો યોજવાની મનાઈ કરી છે. ખાસ કરીને કોરોનાનો ફેલાવો રોકવા માટે આવા કાર્યક્રમો પર બંધી લાદવામાં આવી છે. આમ છતાં અમુક લોકો કાયદાનું ઉલ્લંઘન કરીને આવા કાર્યક્રમો યોજી રહ્યા છે, જેમની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો