કોરોના બેકાબૂ:કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે નેસ્કોના કોવિડ સેંટરમાં સ્માર્ટફોનની મદદથી કાઉન્સેલિંગ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દરેક દર્દી માટે ઓછામાં ઓછી 45 મિનિટ આ સુવિધા આપવામાં આવશે

કોરોનાના દર્દીઓમાં નિરાશા, હતાશા, મુંઝારો જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે. આ લક્ષણો પર માત કરવા તેમને કાઉન્સેલિંગની જરૂર છે. મહાપાલિકાની હોસ્પિટલોમાં મેડિકલ સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ માટે નેસ્કો કોવિડ સેંટરમાં સ્માર્ટ ફોનની મદદથી કાઉન્સેલિંગની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.

50 સ્માર્ટ ફોનની મદદથી અહીંના દર્દીઓને કાઉન્સેલરોની મદદથી માનસિક ટેકો મળ્યો છે. જે દર્દીઓને મેડિકલ સારવાર લેતા તણાવનો સામનો કરવો પડે છે તેમને કાઉન્સેલરોની જરૂર હોવાનું મહાપાલિકાના વરિષ્ઠ મેડિકલ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે. તણાવગ્રસ્ત દર્દીઓમાં કોરોનાનો ડર, આર્થિક ચિંતા, કુટુંબની ચિંતા, કોરોના પર માત કરવા દ્વિધાની અવસ્થા જેવા અનેક પ્રશ્નો મનમાં ઊદભવે છે. તેમને તણાવમુક્ત કરવા ફક્ત મેડિકલ સારવાર કરીને સમસ્યા ઉકેલાશે નહીં. તેમને માનસિક ટેકો મળવો પણ એટલું જ જરૂરી છે. આ વાત ધ્યાનમાં આવવાથી મહાપાલિકા પ્રશાસને સેંટરમાં સ્માર્ટ ફોનની મદદથી આ દર્દીઓને તેમના કુટુંબીઓ સાથે અને કાઉન્સેલરો સાથે સંવાદ સાધવાની તક આપી છે.

મહાપાલિકા પ્રશાસનના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર કોરોનામાં રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. તેથી દર્દીની ઈચ્છાશક્તિ મજબૂત રાખવી જરૂરી છે. એ ન હોય તો મેડિકલ સારવાર કરતા અપેક્ષિત પ્રતિસાદ મળતો નથી. તેથી માનસિક આરોગ્યની દષ્ટિએ પણ આ દર્દીઓનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે એમ મેડિકલ નિષ્ણાતોના ધ્યાનમાં આવ્યું છે. તેથી આખા દિવસમાં જુદા જુદા સમયે દર્દીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. દરેક દર્દી માટે ઓછામાં ઓછી 45 મિનિટ આ સુવિધા આપવામાં આવશે. એના માટે આઈસીયુમાં સ્માર્ટ ફોનની ઉપલબ્ધતા રાખવામાં આવી છે. દરેક દર્દીને તપાસ્યા પછી અને તેમની સાથે વાતચીત કર્યા પછી તેમના કુટુંબીઓને પણ રાહત થાય છે. તેથી દર્દીઓમાં તણાવ ઓછો કરવામાં મદદ થાય છે.

સાજા થયા પછી પણ આ સુવિધા તણાવગ્રસ્ત દર્દી સાથે ચર્ચા કરીને તેમને ખરેખર માનસિક સારવારની જરૂર છે કે નહીં એ ધ્યાનમાં આવે છે. તેથી આ દર્દીઓ સાઈકોલોજિસ્ટને મળી શકશે. શારીરિક આરોગ્યની મેડિકલ સારવારમાં માનસિક આરોગ્યનો ભાગ ખૂબ મહત્ત્વનો છે. તેથી આવી સુવિધા કોરોના પછીના સમયમાં પણ દર્દીઓ માટે ચાલુ રાખવામાં આવે એના પર સાઈકોલોજિસ્ટો ધ્યાન ખેંચે છે.

અન્ય સમાચારો પણ છે...