પોક્સો કાયદામાં જાતીય અત્યાચારની ઘટનામાં સ્કિન ટુ સ્કિન સ્પર્શ થવો જરૂરી નથી, એવું નિરીક્ષણ વિશેષ પોક્સો કોર્ટે કર્યું છે. આ સાથે 40 વર્ષીય પિતાને પાંચ વર્ષની સખત કેદ આપી છે. આરોપીએ તેની 5 વર્ષની પુત્રીના ગુપ્તાંગને કપડા પરથી સ્પર્શ કરતો હતો.
પીડિતાના જવાબમાં પિતા ગુપ્તાંગમાં આંગળી નાખતા હતા એવો ઉલ્લેખ નથી એવી દલીલ આરોપીની વકીલે કરી હતી. જોકે આ દલીલ અચંબિત કરનારી છે એવું કહીને કોર્ટે આરોપીના વકીલને સંભળાવી દીધું હતું. કોર્ટે કહ્યું કે જાતીય અત્યાચારની ઘટનામાં આરોપીએ બાળકીના ગુપ્તાંગને કઈ રીતે સ્પર્શ કરવો તેની વ્યાખ્યા પોક્સો કાયદામાં સંબંધિત કલમમાં કરી નથી.
જાતીય હેતુથી કરેલા સ્પર્શ જાતીય અત્યાચારના ગુનામાં જ આવે છે, એમ કોર્ટે જણાવ્યું હતું. ગત 2019માં પીડિતા ક્લાસરૂમમાં પોતાને બેન્ચ સાથે ઘસવાનું વિચિત્ર કૃત્ય કરતી હતી. આ બાબતે શિક્ષકે પીડિતાની માતાને માહિતી આપી હતી. આ પછી પ્રકરણ બહાર આવ્યું હતું. આ બાબતે કોર્ટે જણાવ્યું કે અયોગ્ય સ્પર્શ પછી બાળકીએ વિચિત્ર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું.
આરોપીએ જાતીય હેતુથી પીડિતાને સ્પર્શ કર્યો હતો. આથી નાની બાળકીના મન પર ગંભીર અસર થઈ હતી. બાળકીને પિતા પર વિશ્વાસ હોય છે. આથી આ વધુ ગંભીર ગુનો બને છે. આથી આરોપીની સજા ઓછી કરી શકાય નહીં, એમજસ્ટિસ શેંડેએ જણાવ્યું હતું.
બાળકીની દેખભાળ કરવા પરથી આપણી વચ્ચે વારંવાર વાદવિવાદ થાય છે. આથી પત્નીએ આ આરોપ કર્યાનો દાવો આરોપી પતિએ કર્યો હતો. માતાએ બાળકીને શીખવ્યું હોવાનો આરોપ પતિએ કર્યો હતો, પરંતુ પીડિતાએ બધા આરોપ ફગાવી દીધા હતા. પહેલી વાર શિક્ષકે બાળકીનું વિચિત્ર કૃત્ય જોયું હતું.
તેમણે બાળકીની માતાને માહિતી આપ્યા પછી તેને આ વાતની જાણ થઈ હતી. આથી માતા ખોટો આરોપ કરી રહી છે એવું કહી શકાય નહીં. પોક્સો કોર્ટે આ 40 વર્ષીય પિતાને દોષી ઠરાવ્યા અને પાંચ વર્ષની સખત કેદની સજા આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.