તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પુણેમાં ડેટિંગ એપ દ્વારા સોળ યુવકોે પ્રેમમાં ફસાઈને લૂંટાયા

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પોલીસે રૂ. 15 લાખ અને લૂંટેલું સોનું હસ્તગત કર્યું

પુણેમાં રહેતી 27 વર્ષની યુવતીએ ડેટિંગ એપ દ્વારા 16 યુવકોને પ્રેમની જાળમાં ખેંચીને લુટ્યા હતા. મોંઘવારીના સમયમાં યુવતીનો નોકરી જતી રહી હતી, પિતાનું દસ વર્ષ પહેલાં નિધન થયું હતું, ઘરે બીમાર માતા હોવાથી રૂપિયા માટે આ યુવતીએ ખોટો માર્ગ સ્વીકાર્યો હતો. યુવકોને પ્રેમમાં ફસાવી લુટનારી આ યુવતીને પિંપરી-ચિંચવડ પોલીસે ધરપકડ કરી હતી. ગયા અઠવાડિયે ચેન્નઈના યુવક આશિષકુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી યુવતીએ ડેટિંગ એપ દ્વારા આશિષ સાથે ઓળખાણ કરીને એને પુણે બોલાવ્યો હતો.

આશિષ પુણે આવ્યો ત્યારે એને એક હોટેલમાં લઈ ગઈ અને ઠંડા પીણાં બેહોશીની દવા ભેળવીને પીવડાવ્યું. એ પછી આશિષે પહેરેલા દાગીના અને રોકડ રકમ લુટ્યા હતા. ગુના શાખા યુનિટ-4ના અધિકારીઓએ એની ધરપકડ કરી હતી. પોલીસે સખતાઈથી પૂછપરછ કરતા એણે 16 યુવકોને કેવી રીતે પ્રેમની જાળમાં ખેંચ્યા એની માહિતી આપી હતી. જે યુવકોને આ યુવતીએ લુટ્યા છે તે યુવકોએ આગળ આવીને પોલીસ ફરિયાદ કરવી એવી હાકલ પોલીસે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો