તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ડૂબતી નૌકામાંથી સોળ ખલાસીને ભારતીય કોસ્ટ ગાર્ડે ઉગારી લીધા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોસ્ટ ગાર્ડનાં જહાજ અને બે હેલિકોપ્ટરે બચાવ કામગીરી પાર પાડી

રાજ્યના રાયગડ જિલ્લામાં રેવદાંડા બંદર નજીક ડૂબી રહેલી એમવી મંગલમ નૌકામાંથી ભારતીય કોસ્ટ ગાર્ડનાં જહાજ અને હેલિકોપ્ટર દ્વારા સર્વ 16 ખલાસીઓને સુરક્ષિત રીતે ઉગારી લીધા હતા. ખરાબ હવામાન વચ્ચે કોસ્ટ ગાર્ડના જવાનોએ આ સાહસિક કામગીરી પાર પાડી હતી. 17 જૂને વહેલી સવારે ભારતીય ઝંડો ધરાવતી એમવી મંગલમ (આઈએમઓ- 9084619)ના સેકંડ ઓફિસર પાસેથી કોસ્ટ ગાર્ડને તોફાની સમુદ્ર વચ્ચે ડૂબતી નૌકા વિશે માહિતી આપવામાં આવી હતી.

રેવદાંડા જેટ્ટીથી 3 કિમી અંતરે ડૂબતી આ નૌકામાં 16 ખલાસી હતા હતા. ખાસ કરીને આ નૌકામાં પાણી ભરાઈ ગયું હતું અને એક બાજુ ઝૂકી ગઈ હતી. આથી નૌકાનો કપ્તાન ખલાસીઓને જાણ કરીને નૌકા તરછોડી દેવાનો હતો. જોકે કોસ્ટ ગાર્ડે કોઈ પણ ભોગે નૌકા પર જ રહેવા માટે તેમને વિનંતી કરી હતી. આ પછી કોસ્ટગાર્ડનું જહાજ સુભદ્રા કુમારી ચૌહાણને દિઘી બંદર તરફ મોકલવામાં આવ્યું હતું. આ સાથે બે હેલિકોપ્ટર પણ આઈસીજી એર સ્ટેશન દમણથી બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...