તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ત્રણ હોસ્પિટલમાં દોડધામમાં છ દિવસના નવજાતનું મૃત્યુ

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવજાતને કોરોના થયાનું જણાતાં 3 હોસ્પિટલનાં પગથિયાં ઘસવા પડ્યાં

કોરોનાની બીજી લહેર શાંત થઈ રહી છે તે છતાં હોસ્પિટલોમાં અપૂરતી આરોગ્ય યંત્રણા સામે પ્રશ્ન ઊઠ્યો છે. બીજી લહેરમાં ઓક્સિજનની અછતને લીધે અનેક નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. જોકે હવે આ લહેર શમી રહી છે છતાં અમુક ભાગોમાં પ્રશ્ન જૈસે થે છે. પાલઘર જિલ્લામાં આવી જ એક કંપારીજનક ઘટના બની છે.

છ દિવસના કોરોનાગ્રસ્ત નવજાતને સમયસર ઉપચાર નહીં મળવાથી જીવ ગુમાવવો પડ્યો છે. આટલું જ નહીં, આ માટે નવજાતનાં માતા-પિતા, સંબંધીઓએ ત્રણ હોસ્પિટલોનાં પગથિયાં ઘસવા પડ્યાં હતાં. આ ઘટના પછી નાગરિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.પાલઘર જિલ્લાના સફાલેમાં એક ખાનગી હોસ્પિટલમાં 31મી મેના રોજ એક માતાએ નવજાતને જન્મ આપ્યો હતો.

નવજાતનો જન્મ મુદત- પૂર્વે જ થતાં તેનું વજન ઓછું હતું. આથી તેને સારા ઉપચાર માટે પાલઘરની એક હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી હતી. જોકે ત્યાં ગયા પછી નવજાતની માતા અને નવજાતનો કોરોનો એન્ટીજન ટેસ્ટ લેવામાં આવ્યો હતો. તે રિપોર્ટમાં માતાનો નેગેટિવ પણ નવજાતનો પોઝિટિવ આવ્યો હતો.

આરોગ્ય યંત્રણા બાબતે સરકાર ક્યારે જાગશે
નોંધનીય છે કે ત્રીજી લહેરમાં નાના બાળકોને થનાર સંભવિત જોખમ જોતાં ઉપાયયોજનાઓ કરવામાં આવી રહી છે. જોકે હાલની સ્થિતિ જોતાં આ ઉપાયયોજના ક્યારે પૂરી થશે તે વિશે શંકા છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઓછી થઈ રહી હોઈ આરોગ્ય યંત્રણા પર તાણ ઓછો થયો છે. આ જ રીતે ઓક્સિજનનો પુરવઠો પણ વધારવામાં આવી રહ્યો છે.

આમ છતાં છ દિવસના નવજાતને હોસ્પિટલનાં પગથિયાં ઘસવા પડ્યાં તે બાબતે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્રણ હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ હોત તો નવજાતનો જીવ બચી શક્યો હોત. અપૂરતી આરોગ્ય યંત્રણા બાબતે સરકાર ક્યારે જાગશે એવો પ્રશ્ન હવે ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...